સાબરકાંઠા જિલ્લામાં ઈવીએમ-વીવીપેટ અંગે લોકોને જાગૃત કરવા મોબાઈલ ડેમોન્સટ્રેશન વાન (MDV)ને પ્રસ્થાન કરાવતા કલેકટરશ્રી નૈમેષ દવે

સાબરકાંઠા જિલ્લામાં અગામી લોકસભાની ચૂંટણી અન્વયે લોકોમાં જાગૃતિ આવે લોકોને ઈવીએમ અને વીવીપેટ તથા મતદાન પ્રક્રિયા અંગે માહિતી મળે તે હેતુથી મોબાઈલ ડેમોન્સટ્રેશન વાન (MDV)ને જિલ્લા કલેકટરશ્રી નૈમેષ દવેએ ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું.

    લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અનુસંધાને મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી, ગુજરાત રાજ્યના માર્ગદર્શન હેઠળ લોકો ઈવીએમ-વીવીપેટના ઉપયોગ અંગે માહિતગાર થાય તથા લોકોમાં જાગૃતિ વધે તેવા હેતુથી સાબરકાંઠા જિલ્લામાં મોબાઈલ ડેમોન્સટ્રેશન વાન (MDV) ફાળવવામાં આવી છે. આ વાન તા.૦૧/૦૧/૨૦૨૪ થી ૨૯/૦૨/૨૦૨૪ દરમિયાન હિંમતનગર-૨, પ્રાંતિજ-૨, ઈડર-૨ અને ખેડબ્રહ્મા-૩ મોબાઈલ ડેમોન્સટ્રેશન વાન ફાળવવામાં આવી છે. સાબરકાંઠા જિલ્લાના ચારે વિધાનસભા મતદાર વિભાગમાં આવેલ તમામ મતદાન મથકો તથા શહેરના મુખ્ય ભીડભાડ વાળા સ્થળો જેમ કે, શાક માર્કેટ, મોટો ચોક, બસ સ્ટેન્ડ વગેરે સ્થળોએ ફેરવી લોકોને માહિતગાર કરવામાં આવશે.

    ઉપરાંત જિલ્લાની હેડકવાટર્ર કચેરી જન સેવા કેંદ્ર ખાતે-૧, હિંમતનગર મામલતદાર કચેરી અને નગરપાલીકા ખાતે ૧-૧, સબ-ડીવીઝન કચેરી ઇડર-વડાલી જન સેવા કેંદ્ર ખાતે ૧-૧, ખેડબ્રહ્મામાં પોશીના વિજયનગર અને ખેડબ્રહ્મા જન સેવા કેન્દ્ર ખાતે ૧-૧અને પ્રાંતિજ વિધાનસભા મત વિસ્તારના પ્રાંતિજ અને તલોદ જનસેવા કેન્દ્ર ખાતે ઈવીએમ નિદર્શન કેન્દ્ર(EDC) બનાવવામાં આવશે જ્યાં લોકોને ઈવીએમ-વીવીપેટના ઉપયોગ અંગે માહિતગાર થાય તથા જાગૃતિ વધારવા માટે કામગીરી કરવામાં આવશે. જેથી તા.૦૧/૦૧/૨૦૨૪ થી ૨૯/૦૨/૨૦૨૪ સુધી મોબાઈલ ડેમોન્સટ્રેશન વાન(MDV) અને ઈવીએમ નિદર્શન કેન્દ્ર(EDC)ની જિલ્લાના નાગરિકોને વધુમાં વધુ લોકો મુલાકાત લેવા જિલ્લા કલેકટરશ્રી નૈમેષ દવેએ અપીલ કરી છે.