ડીસામાં ગાયત્રી મંદિર પાસેથી છરા જેવા તીક્ષણ હથિયાર સાથે એક શખ્સ ઝડપાયો હોવાની ઘટના સામે આવી છે. પોલીસે યુવકની અટકાયત કરી, છરો જપ્ત કરી તેની સામે ગુન્હો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

થર્ટી ફર્સ્ટને લઈ ડીસા શહેર પોલીસ એલર્ટ બની છે અને અસામાજિક તત્ત્વોને કંટ્રોલ માં રાખી ગુન્હાઓ અટકાવવા માટે પેટ્રોલિંગ વધાર્યું છે. તે દરમિયાન ડીસા શહેર દક્ષિણ પોલીસ શહેરમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે સમયે ગાયત્રી મંદિર પાસેથી એક શંકાસ્પદ હાલતમાં જઈ રહ્યો હોવાની માહિતી મળી હતી. જેથી પોલીસે શખ્સને અટકાવી તેની તલાસી દેતા તેની પાસેથી ધારદાર છરો મળી આવ્યો હતો.

જેથી પોલીસે આ શખ્સની પૂછપરછ કરતા તે મૂળ વાવ તાલુકાના કૂંડાળીયા ગામનો વતની અને અત્યારે ડીસાની હિંગળાજ હોટલ પાસે રહેતો વિશ્વાસ ભુપતસિંહ ઠાકોર હોવાનું જણાવ્યું હતું. ડીસા શહેર ઉત્તર પોલીસે અત્યારે તેની પાસેથી છરો જપ્ત કર્યો હતો અને તેની અટકાત કરી હથિયાર બંધીના જાહેરનામાનો ભંગ કરવા બદલ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.