“એસ્પીરેશનલ બ્લોક પ્રોગ્રામ” અંતર્ગત દાહોદ જિલ્લાના મહત્વકાંક્ષી (Aspirational) ગરબાડા તાલુકા ખાતે DAY-NRLM યોજનાની માન.મેનેજીંગ ડીરેક્ટર શ્રી મનીષ બંસલ (IAS) ના અધ્યક્ષ સ્થાને આયોજિત સમીક્ષા બેઠક ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો )
તા: ૩૦-૧૨-૨૦૨૩ ના રોજ ભારત સરકારના નીતિ આયોગ દ્વારા “એસ્પીરેશનલ બ્લોક પ્રોગ્રામ” (ABP) અંતર્ગત દાહોદ જિલ્લાના પસંદ થયેલ ગરબાડા તાલુકાની શ્રી મનીષ બંસલ, માન. મેનેજિંગ ડિરેક્ટરશ્રી, ગુજરાત લાઇવલીહૂડ પ્રમોશન કંપની (ગુજરાત સરકાર) ના અધ્યક્ષ સ્થાને દિન દયાળ અંત્યોદય યોજના – રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (DAY-NRLM) યોજનાની સમીક્ષા યોજવામાં આવેલ. મેનેજીંગ ડીરેક્ટરશ્રીનું દાહોદની જૂની સાંસ્કૃતિક પરંપરા મુજબ પાઘડી ઝૂલડી ગોફણ તથા તીર કમાનથી સ્વાગત કરવામાં આવેલ.
“એસ્પીરેશનલ બ્લોક પ્રોગ્રામ” (ABP) અંતર્ગત ગરબાડા તાલુકાના સખી મંડળોને DAY-NRLM યોજનાના લાભો જેવાકે રીવોલ્વીંગ ફંડ, કમ્યુનિટિ ઇન્વેસ્ટમેન્ટ ફંડ, સ્ટાર્ટ અપ ફંડ તથા બેન્કો દ્વારા કેશ ક્રેડિટ ધિરાણ વિગેરે લાભો પ્રાયોગિક ધોરણે અપાય તે સુનિશ્ચિત કરવા સ્ટાફ તથા લીડ બેન્ક મેનેજરશ્રીને નિર્દેશ કર્યા. MD જીએલપીસી દ્વારા વિવિધ સ્વ સહાય જૂથના મહિલા સભ્યો સાથે સંવાદ કરવામાં આવેલ. ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો ) આ કાર્યક્રમ અંતર્ગત જોડાયેલ સખી મંડળની બહેનો દ્વારા સમુદાયમાં ઉપસ્થિત સગર્ભા માતાઓ, ધાત્રી માતાઓ, કિશોરીઓ અને બાળકો(0 થી ૬ વર્ષ) દ્વારા આંગણવાડીની મુલાકાત લેવાય તે માટે જન જાગૃતિ, સામુદાયિક ભાગીદારી, સામાજિક વર્તુણક બદલાવ અને આરોગ્ય અને પોષણ વિષયક બાબતોમાં પરિણામ લક્ષી કામગીરી થકી આજીવિકા મેળવવા માટે પ્રોત્સાહિત કર્યા. સ્વ સહાય જૂથો દ્વારા હસ્ત નિર્મિત તથા સ્વ ઉત્પાદિત વસ્તુઓના વેચાણ પ્રદર્શન નિહાળી ચંદલા ગામે આંગણવાડી કેન્દ્ર-૪ ની મુલાકાત કરી લાભાર્થી સાથે સંવાદ કેળવવામાં આવેલ. વધુમાં લીમખેડા ખાતે RSETI કેન્દ્ર તથા માટી કામ સાથે સંકળાયેલા સ્વ સહાય જૂથોની પણ મુલાકાત લેવામાં આવેલ. એસ્પીરેશનલ બ્લોક પ્રોગ્રામ” (ABP) અંતર્ગત ગરબાડા ખાતે આયોજિત સમીક્ષા બેઠકમાં મદદનીશ તાલુકા વિકાસ અધિકારીશ્રી, તાલુકા આરોગ્ય અધિકારીશ્રી, લીડ બેન્ક મેનેજરશ્રી, જિલ્લા લાઇવલીહૂડ મેનેજરશ્રી સુકુમાર ભૂરિયા તથા જુદી જુદી બ્રાન્ચના બ્રાન્ચ મેનેજરશ્રી સહિતના અધિકારી ઉપસ્થિત રહેલ.