કાલોલ મુકામે નિશાચરો નિયમિત પણે સક્રિય હોવા છતાં રાત્રીના સમયે ઘરફોડ ચોરીઓના બનાવોમાં મહદ અંશે ઘટાડો થયો તે મધ્યે વધુ એક ચિંતાજનક તસ્કારીના બનાવો સામે આવ્યા છે. હાલ ગાય અને ગૌ વંશની તસ્કરી સાથે સંકળાયેલા વિધર્મી ઈસમોએ કાલોલ નગરમાં પુનઃ સક્રિય થયા છે. થોડા સમય પૂર્વે જ ગાય અને ગૌ વંશની કાલોલ નગર મધ્યે પસાર થતાં હાઈ વે પરથી તસ્કરી થતી હોવાની બૂમો ઉઠી હતી તે અનુસંધાને સ્થાનિક પોલીસ અને ગૌ રક્ષકોએ અસરકારક અભિયાનો ચલાવતા ગૌ તસ્કરીના બનાવોમાં પણ ઘટવા પામ્યા હતા. હાલના તબક્કે શિયાળાની કાતિલ ઠંડીનો લાભ લઈ ગૌ તસ્કરો ફરીથી એક વખત સક્રિય બન્યા છે.ત્યારે શુક્રવારના રોજ કાલોલ ડેરોલ સ્ટેશન રોડ પર સૂપેડા હોસ્પિટલ સામે આવેલી સોસાયટીમાં વહેલી સવારે ૪ થી ૫ ના સમય ગાળા મા ૫ થી ૬ જેટલા ઈસમોએ સફેદ કલરની કાર મા ગૌ તસ્કરીનો પ્રયાસ કર્યો હોવાનો વિડિયો વાયરલ થતાં સમસ્ત ગૌ પ્રેમીઓના હૈયા હચમચી ઊઠ્યો છે. વાઇરલ વીડિયોમાં લગભગ પાંચ જેટલા ઈસમો અંદાજિત 500 થી 700 કીલો વજનની ગાયને બળજબરી પૂર્વક એક મોટરકારમાં ઢસડી જતાં હોવાનું જણાઇ રહ્યું છે ગાડી નો નંબર પણ દેખાઈ રહ્યો છે.જોકે યેનકેન પ્રકારે સ્વ બચાવ માટે ઝઝૂમી રહેલી ગાયે તસ્કરોને મચક ન આપતા મોટરકારમાંથી બહાર કૂદી જઈ તસ્કરોનો ફેરો નિષ્ફળ બનાવ્યો હતો. સમગ્ર બનાવ સોસાયટીના જ એક મકાનમાં લાગેલા કેમેરામાં કેદ થતાં ઘટનાનો પર્દાફાશ થયો છે. ગાય હિન્દુ સનાતન ધર્મમાં માતા તરીકે સાર્વત્રિક પૂજાતી હોઈ પોલીસ હવે નિશાચરોની સાથે- સાથે ગૌ તસ્કરો બેફામ અને બેકાબૂ બને તે પૂર્વે ઉદાહરણ રૂપ કામગીરી કરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Rajasthan Paper Leak बस में 40 अभ्यर्थियों के पास मिला पेपर, गुलाबचंद कटारिया ने कही ये बात
Rajasthan Paper Leak बस में 40 अभ्यर्थियों के पास मिला पेपर, गुलाबचंद कटारिया ने कही ये बात
जम्मू-कश्मीर के लिए ऐतिहासिक दिन, 34 साल में पहली बार निकाला गया मुहर्रम जुलूस; अब तक क्यों था प्रतिबंध?
Jammu Kashmir News: जम्मू-कश्मीर में कल का दिन ऐतिहासिक रहा है। तीन दशकों के प्रतिबंध के बाद...
BANASKATHA NEWS : ડીસામાં વરસાદને લઈ ખેડૂતોને ખેતીપાકમાં મોટુ નુકસાન વેઠવાનો વારો આવ્યો
BANASKATHA NEWS : ડીસામાં વરસાદને લઈ ખેડૂતોને ખેતીપાકમાં મોટુ નુકસાન વેઠવાનો વારો આવ્યો
ડીસામાં ખોવાયેલા મોબાઇલ ટેકનિક્લ સર્વેલન્સથી શોધી લોકોને પરત કર્યાં
ડીસા શહેરમાં ઉત્તર પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા ત્રણ માસમાં અલગ અલગ અરજદારોના ખોવાયેલા મોબાઈલ...
সোণাৰিত আলফা স্বাধীনৰ লিংকমেনৰ সন্দেহত বিজেপি কৰ্মীক আটক
স্বাধীনতা দিৱসৰ প্ৰাকক্ষণত সোণাৰিত আলফা লিংকমেন আটক। আলফা স্বাধীনৰ সৈতে সম্পৰ্ক থকাৰ...