સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ સમી ખાતે ઉમાશંકર જોશી જ્યંતી ઉજવવામાં આવી...સમી ખાતે સ્થિત સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજના ગુજરાતી વિભાગ દ્વારા તારીખ ૨૧ જુલાઈ ૨૦૨૩ શુક્રવારના રોજ ઉમાશંકર જોશીની ૧૧૩મી જ્યંતી ઉજવવામાં આવી, કાર્યક્રમની શરૂઆત સરસ્વતી વંદના દ્વારા કરવામાં આવી ત્યારબાદ કોલેજના કા. પ્રિન્સિપાલ સાહેબ ડૉ. પી. જે. પટેલ સાહેબે પ્રસંગને અનુરૂપ વક્તવ્ય આપ્યું હતું. ત્યારબાદ ગુજરાતી વિભાગના અધ્યાપકશ્રી હાર્દિક પ્રજાપતિએ ઉમાશંકર જોશીનું જીવન અને સાહિત્ય સર્જન તેમજ ઉમાશંકર જોશીનું એકાંકી દુર્ગા વિશે વિગતે વ્યાખ્યાન આપ્યું, ત્યાર પછી ઉમાશંકર જોશીના જીવન અને કવન સંલગ્ન લેખિત ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ ૪૮ વિદ્યાર્થીઓએ રસપૂર્વક ભાગ લીધો હતો, સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કોમર્સ વિભાગના અધ્યાપકશ્રી ડૉ. ઈશાનભાઈ ખત્રી દ્વારા અને કાર્યક્રમની આભારવિધિ સંસ્કૃત વિભાગના અધ્યાપિકા ડૉ. માયાબેન પરમાર દ્વારા કરવામાં આવી, આ કાર્યક્રમમાં કૉલેજના તમામ અધ્યાપકો અને ૧૬૬ વિદ્યાર્થીઓ જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન ગુજરાતી વિભાગના અધ્યક્ષશ્રી ડૉ. રૂપેશ ગોસ્વામી સાહેબના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं