કાલોલ મુકામે નિશાચરો નિયમિત પણે સક્રિય હોવા છતાં રાત્રીના સમયે ઘરફોડ ચોરીઓના બનાવોમાં મહદ અંશે ઘટાડો થયો તે મધ્યે વધુ એક ચિંતાજનક તસ્કારીના બનાવો સામે આવ્યા છે. હાલ ગાય અને ગૌ વંશની તસ્કરી સાથે સંકળાયેલા વિધર્મી ઈસમોએ કાલોલ નગરમાં પુનઃ સક્રિય થયા છે. થોડા સમય પૂર્વે જ ગાય અને ગૌ વંશની કાલોલ નગર મધ્યે પસાર થતાં હાઈ વે પરથી તસ્કરી થતી હોવાની બૂમો ઉઠી હતી તે અનુસંધાને સ્થાનિક પોલીસ અને ગૌ રક્ષકોએ અસરકારક અભિયાનો ચલાવતા ગૌ તસ્કરીના બનાવોમાં પણ ઘટવા પામ્યા હતા. હાલના તબક્કે શિયાળાની કાતિલ ઠંડીનો લાભ લઈ ગૌ તસ્કરો ફરીથી એક વખત સક્રિય બન્યા છે.ત્યારે શુક્રવારના રોજ કાલોલ ડેરોલ સ્ટેશન રોડ પર સૂપેડા હોસ્પિટલ સામે આવેલી સોસાયટીમાં વહેલી સવારે ૪ થી ૫ ના સમય ગાળા મા ૫ થી ૬ જેટલા ઈસમોએ સફેદ કલરની કાર મા ગૌ તસ્કરીનો પ્રયાસ કર્યો હોવાનો વિડિયો વાયરલ થતાં સમસ્ત ગૌ પ્રેમીઓના હૈયા હચમચી ઊઠ્યો છે. વાઇરલ વીડિયોમાં લગભગ પાંચ જેટલા ઈસમો અંદાજિત 500 થી 700 કીલો વજનની ગાયને બળજબરી પૂર્વક એક મોટરકારમાં ઢસડી જતાં હોવાનું જણાઇ રહ્યું છે ગાડી નો નંબર પણ દેખાઈ રહ્યો છે.જોકે યેનકેન પ્રકારે સ્વ બચાવ માટે ઝઝૂમી રહેલી ગાયે તસ્કરોને મચક ન આપતા મોટરકારમાંથી બહાર કૂદી જઈ તસ્કરોનો ફેરો નિષ્ફળ બનાવ્યો હતો. સમગ્ર બનાવ સોસાયટીના જ એક મકાનમાં લાગેલા કેમેરામાં કેદ થતાં ઘટનાનો પર્દાફાશ થયો છે. ગાય હિન્દુ સનાતન ધર્મમાં માતા તરીકે સાર્વત્રિક પૂજાતી હોઈ પોલીસ હવે નિશાચરોની સાથે- સાથે ગૌ તસ્કરો બેફામ અને બેકાબૂ બને તે પૂર્વે ઉદાહરણ રૂપ કામગીરી કરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસા તાલુકા પોલીસ મથક ખાતે આજે ડીવાયએસપી ડો કુશલ ઓઝાએ પત્રકાર પરિષદ સંબોધી વ્યાજખોરો સામે લડત આપવા
ડીસા તાલુકા પોલીસ મથક ખાતે આજે ડીવાયએસપી ડો કુશલ ઓઝાએ પત્રકાર પરિષદ સંબોધી વ્યાજખોરો સામે લડત આપવા
શ્રી સર્વોદય એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત લો કોલેજ કાંટ(ડીસા)ખાતે બંધારણ દિવસની ગૌરવભરી ઉજવણી
શ્રી સર્વોદય એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત લો કોલેજ કાંટ(ડીસા)ખાતે બંધારણ દિવસની ગૌરવભરી ઉજવણી
સુરત મહાનગર ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચા દ્વારા સામૂહિક ખાદી ખરીદવાનો કાર્યક્રમ યોજાયો.
સુરત મહાનગર ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચા દ્વારા સામૂહિક ખાદી ખરીદવાનો કાર્યક્રમ યોજાયો....
जिला स्वास्थ्य अधिकारी डॉ डीके गुप्ता के द्वारा तंबाकू ना खाने की बच्चों को दिलाई गई शपथ
पन्ना।
तंबाकू निषेध पखवाड़े में आरपी उच्चतर माध्यमिक विद्यालय के बच्चों को इसके दुष्प्रभाव के...
মৰাণ তিলৈ নগৰ গ্ৰাম্য বজাৰ স্থিত বাজপেয়ী ভৱনত এখন দলীয় সভাত কেন্দ্ৰীয় মন্ত্ৰী ৰামেশ্বৰ তেলী আৰু মৰাণৰ বিধায়ক।চক্ৰধৰ গগৈৰ অংশ গ্ৰহন।
ডিব্ৰু গড় জিলাৰ মৰাণ সমষ্টিৰ গ্ৰাম্য বজাৰস্থিত বাজপেয়ী ভৱনত অনুষ্ঠিত এক দলীয় সভাত ডিব্ৰুগড় লোকসভা...