પેટલાદમાં ઈસરામાં રોડ ઉપર આવેલ ગેસની ઓફિસ બહાર e KYC ને લઈને આજે સવારથી જ ગ્રાહકોની લાઈન લાગી હતી.31 ડિસેમ્બર સુધી ગ્રાહકોએ e KYC કરાવવું ફરજિયાત છે. આ અંગે પેટલાદ પુરવઠા મામલતદાર નો સંપર્ક કરતા 31 ડિસેમ્બર સુધી e KYC કરવામાં આવશે ત્યારબાદ 1 લી જાન્યુઆરીથી e KYC નહીં થયેલા ગ્રાહકોને સબસીડી નહીં મળે તેવું જણાવ્યું હતું.