આજરોજ તાલુકા કક્ષાનો કલા મહાકુંભ શ્રી સાર્વજનિક માધ્યમિક શાળા ઢઢેલા મુકામે યોજાયો હતો .જેમાં શ્રી દુધિયા માધ્યમિક શાળા દુધિયા માંથી ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો) વિદ્યાર્થીઓએઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. અને વિવિધ કૃતિઓ રજૂ કરી હતી. જેમાં ગરબા કૃતિમા શ્રી દુધિયા માધ્યમિક શાળા દુધિયા ની બાળાઓ એ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. અને ચિત્રકલા વિભાગમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. જ્યારે લગ્ન ગીતમાં બીજું સ્થાન પ્રાપ્ત કરી વિદ્યાર્થીઓએ તાલુકા કક્ષાએ શાળાનું નામ રોશન કર્યું હતું. વિજેતા વિદ્યાર્થીઓ અને ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને શાળાના આચાર્યશ્રી એ.જી.પટેલ સાહેબે તથા શાળા પરિવારેઅભિનંદન પાઠવ્યા હતા.