સમગ્ર શિક્ષા સાબરકાંઠા દ્વારા ચાલુ શૈક્ષણિક વર્ષમાં શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC)ના સભ્યો તથા શાળા સંચાલન અને વિકાસ સમિતિ (SMDC)ના સભ્યો માટે રાજય કક્ષાએથી 3 દિવસની તાલીમ પૈકી બીજા દિવસની તાલીમ તારીખ 27/12/2023 ના રોજ 11.00 થી 12.30 કલાક દરમિયાન રાજ્યકક્ષાએથી બાયસેગના માધ્યમથી યોજાયેલ જેમાં રાજ્ય કક્ષાએથી સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી રતનકવર ગઢવિચારણ મેડમ અને સચિવ શ્રી  મહેશ મહેતા સમગ્ર શિક્ષા ના માર્ગદર્શન અન્વય અનિલભાઈ ઉપાધ્યાય આસિસ્ટન્ટ કન્વીનર ક્યુ સેલ ના સંકલનથી વિવિધ શાખાના નિષ્ણાતો દ્વારા SMC તથા SMDCના સભ્યોને કાર્યો અને ફરજો, શાળા વિકાસ યોજના, શૈક્ષણિક ગુણવત્તા સુધારણા માટેના કાર્યક્રમો, માળખાકીય અને ડીઝીટલ સુવિધાઓ, દિવ્યાંગ બાળકોનું શિક્ષણ,  કન્યા શિક્ષણ, શાળા આપાત્તિ અને વ્યવસ્થાપન, વોકેશનલ એજ્યુકેશન અને શાળા બહારના બાળકોનું શિક્ષણ તેમજ અન્ય શૈક્ષણિક પ્રયાસો બાબતે માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ જેમાં તાલીમના દિવસે પ્રસારણના સમય દરમિયાન જિલ્લા પ્રોજેક્ટ કૉ-ઓડીનેટરશ્રી હર્ષદ ચૌધરી જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, મીતાબેન ગઢવી, ડાયટ પ્રિન્સિપાલશ્રી કે ટી પોરાણીયા તમામ ડાયટ લેકચરશ્રી, તમામ શિક્ષણ નિરીક્ષકશ્રી અને મદદનીશ શિક્ષણ નિરીક્ષક શ્રી, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, તમામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, બી.આર.સી./ સી.આર.સી કૉ-ઓર્ડીનેટર તેમજ સમગ્ર શિક્ષા અંતર્ગત જિલ્લા અને તાલુકા કચેરીમાં કામગીરી કરતા તમામ શાખાઓનાં કૉ-ઓર્ડીનેટરશ્રી અને કર્મચારીશ્રીઓને જિલ્લાની નક્કી કરેલ શાળામાં હાજર રહી તાલીમ બાદ શાળા વ્યવસ્થાપન સમિતિની બેઠકમાં માર્ગદર્શન પૂરું પાડેલ આ તાલીમમાં કુલ 1162 શાળા વ્યવસ્થાપન સમિતિ 24 શાળા સંચાલન અને વ્યવસ્થાપન સમિતિ ના કુલ 11,424 જેટલા સભ્યોએ હાજરી આપેલ જિલ્લા કક્ષાએથી સમગ્ર કાર્યક્રમનું સંચાલન શૈલેષ વ્યાસ મ. જિલ્લા પ્રોજેક્ટ કોડીનેટર સમગ્ર શિક્ષા દ્વારા કરવામાં આવેલ