પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના એક અંતરિયાળ ગામમાં રહેતી મહિલાનો તેનો સગો નાનો પુત્ર નશાની હાલતમાં આવી મેણા ટોણા મારી આપશબ્દો બોલી હેરાન કરતો હતો જેના ત્રાસથી કંટાળી જઈ પીડિત મહિલાએ ૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઇનની મદદ માંગી હતી જેમાં ૧૮૧ મહિલા ટીમ પીડિત મહિલાના ઘરે પહોંચી હતી જ્યાં મહિલાએ ૧૮૧ અભયમની ટીમને પોતાની આપવીતી જણાવી હતી અને જણાવ્યું હતું તેમના બે દીકરા છે જે પૈકી નાનો દીકરો વ્યસન કરીને મને મેણા મારી અપશબ્દો બોલી હેરાન કરે છે અને માનસિક ત્રાસ આપે છે અને ઘરનો તેમજ ઘરની બહારનો પણ સમાન તોડી નાખે છે અને પોતાના મોટા ભાઈને પણ હેરાન કરે છે જે બાબતે ૧૮૧ મહિલા અભયમ ટીમે તેઓના મોટા દીકરા સાથે વાત કરી પુછપરછ કરી હતી અને સગી જનેતાને હેરાન કરનાર નાના દીકરા સાથે પણ વાત કરી પુછપરછ કરી તેને સમજાવી ઘર પરીવારનું મહત્વ સમજાવી વ્યસન કરવાથી થતા નુકશાન, શરીરનું મહત્વ સમજાવી ૧૮૧ અભયમ મહિલા ટીમે નાના પુત્ર સાથે શ્રેષ્ઠ કાઉન્સિલિંગ કરી તેને સલાહ ,સૂચન અને માર્ગદર્શન આપ્યું હતું જેમાં સગી જનેતાને સતાવનાર નાના દીકરાએ તેની ભૂલ સ્વીકારી હતી અને કહ્યું હતું કે આજ પછી મારી માતા કે ભાઈને પણ હેરાન નહી કરું અને ઘરનો સમાન પણ તોડીશ નહી અને આજ પછી આવી ભૂલ મારાથી નહી થાય જેમાં ૧૮૧ અભયમ મહિલાની ટીમે શ્રેષ્ઠ કામગીરી કરી એક તૂટતા પરિવારને બચાવી સગી જનેતાને સતાવનાર પુત્રને સમજાવી તેની માતા સાથે અને ભાઈ સાથે સુખદ સમાધાન કરાવી માનવતા મહેકાવી પોતાની ફરજ નિભાવી હતી.