વઢવાણ :સૂરસાગર ડેરી દ્વારા 10000 તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું.હર ઘર તિરંગા અભિયાન એ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ભારતની આઝાદીના 75 વર્ષની ગૌરવશાળી સિદ્ધિની યાદમાં ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલું અભિયાન છે.

15 ઓગસ્ટ 2022ના રોજ ભારત તેની આઝાદીના 75 વર્ષ પૂર્ણ કરશે. ભારતની આઝાદીની 75મી વર્ષગાંઠ નિમિત્તે, ભારત સરકારે સ્વતંત્રતા સેનાનીઓને શ્રદ્ધાંજલિ આપવા સાથે ભારતના લાંબા ઇતિહાસની ઉજવણી કરવાનું નક્કી કર્યું છે. આ રાષ્ટ્રીય તહેવારની ઉજવણી માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, અને આ ઉત્સવને સરકાર દ્વારા “આઝાદી કા અમૃત મહોત્સવ” નામ આપવામાં આવ્યું છે. આ ઉત્સવ અંતર્ગતનો એક કાર્યક્રમ “હર ઘર તિરંગા” છે.