અમદાવાદના કાંકરિયા ખાતે ૨૫ મી ડીસેમ્બર સોમવારના રોજ કાંકરિયા કાર્નિવલ 2023 નુ ભવ્ય આયોજન વસુધૈવ કુટુમ્બકમ ની થીમ પર કરવામાં આવ્યુ હતું જેમાં વિશ્વભરના અનેક દેશોમાં ભારતીય સંસ્કૃતિને પોતાના નૃત્ય થકી ઉજાગર કરી ભારતની સંસ્કૃતિનું નામ વિશ્વ ફલક પર રોશન કરનાર ગુજરાત અને પંચમહાલ તેમજ હાલોલનું ગૌરવ એવા આંતર રાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત પ્રતિષ્ઠિત કલાકાર ભરત બારિયા, અક્ષય પટેલ તેમજ તેઓની નૃત્યાવલી ટીમના અદભુત કલાકારો દ્વારા કાર્યક્રમની થીમ આધારિત સમગ્ર વિશ્વ મારૂ કુટુંબ છે તેના કલ્યાણ માટે "વસુધૈવ કુટુમ્બકમ" ની દિવ્ય મહાઆરતી કરી સૌને અચંબિત કર્યા હતા તેમજ પંચમહાલના આદિવાસીઓ કે જેઓએ અંગ્રેજો સામે આઝાદીની લડાઈ લડી શહીદ થઈ પોતાના હક્ક માટે, ધરતી માટે હંમેશા કુરબાની આપવા તત્પર રહેતા આદિવાસીઓમાં ખમીર તેમજ જોમ જુસ્સાની પ્રેરણાત્મક વાત પર આધારિત પંચમહાલનુ આદિવાસી નૃત્ય નાટિકા રજુ કર્યુ હતુ જેમાં જેમાં ભરતભાઈ બારીયા અને અક્ષય પટેલ સહિત તેઓની નૃત્યાવલી ટીમના કલાકારોના અદભુત નૃત્યને જોઈને કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા ઞુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, અમદાવાદના મેયર મત્રીઓ,ધારાસભ્યો સહિત અનેક મહાનુભાવો તથા હજારોની સંખ્યામા લોકો નૃત્ય જોઈને મંત્રમુગ્ધ થઈ અભિભૂત થયા હતા અને ભરત બારીયા અને અક્ષય પટેલ સહિત તેઓની નૃત્યાવલી ટીમને તાળીઓના ગડગડાટથી વધાવી લઈ અનેક શુભેચ્છા સાથે અભિનંદન પાઠવ્યા હતા.