સિહોર અને પંથકના ગામોમાં પ્રસુતિ સમયે લોહીની જરૂર પડતી હોય છે તો કેટલાક એક્સીડન્ટના કેસોમાં પણ લોહીની જરૂરિયાત ઉભી થતા ભાવનગર દુર પડતા લોહી નહીં મળતા વ્યક્તિ જીવ ગુમાવતી હોય છે. જેથી સિહોરની હોસ્પિટલ ખાતે બ્લડ સ્ટોરેજ યુનિટ ઉભુ કરવાની માંગ ઉઠી છે. સિહોર એટલે તાલુકાનું મોટું મથક છે તાલુકાના અંતરીયાળ ગામોથી ભાવનગર શહેર દૂર પડે છે ગામડાઓમાં પ્રસુતિ સમયે મહિલાઓને લોહીની જરૂર પડે છે. તેમજ હાઈવો રોડ પર અવારનવાર રોડ અકસ્માતો બનાવો પણ બને છે આવા કિસ્સાઓમાં ઘણીવાર લોહી ચડવાની પણ જરૂર પડે છે. આવી ઘટનાઓમાં સમયસર લોહી ઉપલબ્ધ નહીં થવાના કારણે વ્યક્તિએ જીવ ગ્માવવાનો વારો આવે છે. સિહોરની સરકારી હોસ્પિટલ એકદમ હાઈવેની નજીક છે અહીં તજજ્ઞ ડોક્ટરોની ટિમ અને સ્ટાફ છે બ્લડ સ્ટોર કરવા માટે પુરતી વ્યવસ્થા અને આકસ્મિક સંજોગોમાં લોહી ચડાવવામાટેપુરતો તાલીમબદ્ધ સ્ટાફ અને લોહીનું ગ્રૂપ તપાસવા માટે લેબોરેટરીની પણ લગભગ સુવિધા છે ત્યારે સિહોર હોસ્પિટલમાં બ્લડ સ્ટોરેજ કરવા માટેનું એક યુનીટ ઉભુ કરવામાં આવે તો પ્રસુતિ સમયે મહિલાઓ તેમજ અકસ્માત સમયે ઈજાપામનાર વ્યક્તિઓને યોગ્ય સમયે પુરતું લોહી મળી રહે જેથી કરીને આવા કિસ્સાઓમાં જીવપણ બચી શકે. તો છેવાડાના ગ્રામ્ય વિસ્તારના લોકોની આરોગ્યલક્ષી સુવિધા હોસ્પિટલમાં તત્કાળ બ્લડ સ્ટોરેજ યુનિટ ઉભું કરવા માંગણી ઉઠી છે.
અંતરિયાળ ગામોમાં પ્રસુતિ અને હાઈવે પરના અકસ્માતમાં દર્દીને લોહીના અભાવે જીવ ખોવાનો વારો આવે છે