ડીસામાં રેતી કપચી સહિત ખનીજનું વહન કરતાં વાહનોમાં જીપીએસ સિસ્ટમ લગાવવાના સરકારના નિર્ણય બાદ પણ અનેક ટ્રાન્સપોર્ટરો દ્વારા વાહનોમાં જીપીએસ ન લગાવતા રોયલ્ટી પાસ ઇસ્યુ થતા ન હોવાથી હવે જીપીએસ સિસ્ટમ લગાવવા વાહનોની કતારો લાગી છે. રાજ્ય સરકારે અગાઉ બે વખત જીપીએસ સિસ્ટમ લગાવવા મુદ્દત વધારીને અલ્ટીમેટ આપ્યું હતું.

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં ખનીજ ચોરી રોકવા ખનીજ વહન કરતા વાહનોમાં જીપીએસ સિસ્ટમ ફરજિયાત પણે લગાવવાનો આદેશ કર્યો છે. તેમજ જે વાહનો જીપીએસ સિસ્ટમ સાથે રજીસ્ટ્રેશન ન થયું હોય તે વાહનોના રોયલ્ટી પાસ ન નીકળે તેવી વ્યવસ્થા ગોઠવી છે.

સરકારે વાહનોમાં જીપીએસ લગાવવા માટેની મુદ્દત 30 સપ્ટેમ્બરથી વધારીને 15 ડિસેમ્બર સુધીની કરી હતી. આ દરમિયાન રાજ્યભરના લીઝ હોલ્ડરો, ટ્રાન્સપોર્ટરો દ્વારા સરકારમાં રજૂઆત કરી આ નિર્ણય પાછો ખેંચવા રજૂઆત કરી હતી અને સરકાર આ નિર્ણય પ્રત્યે હકારાત્મક પ્રતિસાદ આપશે તેવી આશાએ અનેક વાહનોમાં જીપીએસ સિસ્ટમ લગાવી ન હતી.

જો કે, સરકાર દ્વારા 15 ડિસેમ્બર બાદ જીપીએસ સિસ્ટમ સાથે રજીસ્ટ્રેશન ન હોય તેવા વાહનોનો રોયલ્ટી પાસ નીકળવાનો બંધ કરી દીધો છે. જેના કારણે ડીસા સહિત રાજ્યભરમાં ખનીજ વહન કરતા વાહનોમાં જીપીએસ સિસ્ટમ લગાવવા લાઈનો લાગી છે. હાલ જીપીએસ સિસ્ટમ લગાવવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. જ્યારે ડીસા પાસે બનાસનદીમાં અન્ય રાજ્યોમાંથી રેતી કપચી સહિત ખનીજ ભરવા આવેલા વાહનો પણ અટવાઈ ગયા છે. છેલ્લા ત્રણ દિવસથી રોયલ્ટી પાસ ન નીકળવાના કારણે અનેક વાહનો થંભી ગયા છે.

સરકારે ખનીજ વાહનોમાં જીપીએસ સિસ્ટમ લગાવવા નવ જેટલી ખાનગી કંપનીઓને કોન્ટ્રાક્ટ આપેલો છે, પરંતુ કંપનીઓ પાસે પણ જીપીએસની ડિવાઇસ ઉપલબ્ધ ન હોવાથી વાહન માલિકો મોટી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.