વઢવાણ તાલુકાના ખોડુ ગામે રહેતા યુવાનને મોબાઇલમાં મેસેજ કરવાના વહેમ બાબતે ચાર શખ્સોએ ઝઘડો કરી માર મારતા ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો. આ મામલે એક મહિલા સહીત કુલ ૪ શખ્સો સામે જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.ખોડુ ગામે રહેતા કેતનભાઇ લાભુભાઇ મકવાણા પોતાના ઘર પાસે ઉભા હતા, તે દરમિયાન ખોડુ ગામના જ મુનાભાઇ ભીખાભાઇ મકવાણા ત્યાં ધસી આવ્યા હતા અને તું બહુ માથાભારે થઇ ગયો છે, ચાલ વિજય તારી રાહ જોવે છે તેમ કહી નજીકમાં આવેલી દુકાને લઇ ગયા હતા.જ્યાં પહોંચતા જ વિજયભાઇ પ્રવિણભાઇ મકવાણા લાકડી લઇને ધસી આવ્યા હતા અને કેતનભાઇ ઉપર લાકડીથી હુમલો કર્યો હતો. તેમજ પ્રવિણભાઇ પુજાભાઇ મકવાણા, મુનાભાઇ ભીખાભાઇ મકવાણા અને હંસાબેન પ્રવિણભાઇ મકવાણા પણ ગડદા પાટુનો માર મારવા લાગ્યાં હતાં.મારામારી થતાં આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા અને કેતનભાઇને વધુ મારથી બચાવ્યા હતા પરંતુ કેતનભાઇને ઇજાઓ પહોંચી હોવાથી તાત્કાલિક સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા. આ અંગે વિજયભાઇ પ્રવિણભાઇ મકવાણા, પ્રવિણભાઇ પુજાભાઇ મકવાણા, મુનાભાઇ ભીખાભાઇ મકવાણા અને હંસાબેન પ્રવિણભાઇ મકવાણા વિરૂદ્ધ જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સુરત WRMS ઉધના બ્રાન્ચ દ્વારા ક્રું લોબીમાં વિરોધ પ્રદર્શન | SatyaNirbhay News Channel
સુરત WRMS ઉધના બ્રાન્ચ દ્વારા ક્રું લોબીમાં વિરોધ પ્રદર્શન | SatyaNirbhay News Channel
આજ રોજ જૂનાગઢ જીલ્લા કાર્યલય ભાજપ કિસાન મોરચા જીલ્લા કારોબારી બેઠક મળી હતી
આજ રોજ જૂનાગઢ જીલ્લા કાર્યલય ભાજપ કિસાન મોરચા જીલ્લા કારોબારી બેઠક મળી હતી નવનિયુક્તી કિસાન...
मुर्शद किधर गया... मजेशीर व्हिडिओ व्हायरल
मुर्शद कहा गया... मजेशीर व्हिडिओ व्हायरल
સુરતી લાલાને મોજ કર્યા વગર ના ચાલે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી
સુરતી લાલાને મોજ કર્યા વગર ના ચાલે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી
મેગા અશ્વ શો, લાખણી તાલુકાના જસરા ગામે ચાલી રહેલ છે જેનો આજે બીજો દિવસ હતો
મેગા અશ્વ શો, લાખણી તાલુકાના જસરા ગામે ચાલી રહેલ છે જેનો આજે બીજો દિવસ હતો