ચુડા પંથકમાં દીપડાના સગડ મળતા ખેડૂત તેમજ અન્ય લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. જ્યારે આ દીપડાએ વાછરડા ઉપર હુમલો કર્યો હતો. ત્યારે ચુડા પંથકના વિસ્તારોમાં દિપડાના પાંજરામાં પુરવા માટે 2 પાંજરા મુકવામાં આવ્યા હતા.જિલ્લા આરએફઓ વિજયસિંહ ગઢવી, સી.કે. ચોસલા, એસ.એલ. ધોરલીયા, કરમડ ગામના સરપંચ રમેશભાઈ, દિલીપસિંહ પરમાર, મહેશભાઈ તખાભાઈ સહિત વિસ્તારના લોકોને સાથે રાખી બે પાંજરા મૂકવામા આવ્યા હતા. એકપાજરૂ નાગનેશ તરફની સીમમાં મૂકયું છે. આ પિંજરૂ કરમડ- ઝોબાળા- નાગનેશ ગામની ત્રીભેટે જાડી જાખરાની ગીચતાને ધ્યાને રાખીને ગોઠવવામા આવેલું છે. આરએફઓ વિજયસિંહ ગઢવીએ જણાવ્યું કે દીપડાને પાંજરામાં પુરવા માટે તમામ પ્રયાસ કરવામાં આવશે.