સુરન્દ્રનગરના જોરાવરનગરને આર્ટસ કોલેજ તરફ જતા પુલ પર રેલિંગ ન હોવાથી વાહન ચાલકોને અકસ્માતનો ભય રહેતો હતો. આથી પાલિકા દ્વારા આ પુલ પર રેલિંગ નાંખવાના 9 લાખના કામને મંજૂરી અપાઇ હતી. આથી પુલની બન્ને સાઇડ રેલિંગ નાંખવાનું કામ હાથ ધરાશે.સુરેન્દ્રનગરના જોરાવરનગરથી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ તરફ આવવા માટે રિવરફ્રન્ટ પર આવેલો પુલ મહત્વનો છે. આ બેઠા પુલ પર બન્ને સાઇડ રેલિંગ ન હોવાથી પુલની બન્ને સાઇડ ખુલ્લી હોવાથી અકસ્માતનો ભય રહે છે. જ્યારે ચોમાસા દરમિયાન પુર આવે તો કોઇ વ્યક્તિ પુલ પર ફસાય ત્યારે તેને બચવા માટે કોઇ સહારો મળે તેમ ન રહે તેવી સ્થિતી હતી. અહીંથી દરરોજ અનેક લોકો સુરેન્દ્રનગરથી જોરાવરનગર અવર જવર કરતા હોવથી કોઇ અકસ્માત સર્જાય પહેલા પુલ પર રેલિંગ નાંખવા લોકમાંગ હતી.ત્યારે પાલિકા પ્રમુખ જીગ્નાબેન પંડ્યા, કારોબારી ચેરમેન જીતેન્દ્રસિંહ ચાવડા, સદસ્ય ઝંખનાબેન ચાંપાનેરી, ભાવેશભાઇ પ્રજાપતી સહિતના સભ્યો દ્વારા આ પુલ પર 9 લાખના ખર્ચે રેલિંગ નાંખવા મંજૂરી અપાઇ હતી. આથી બંન્ને તફર રેલિંગ નાંખવાનું કામ હાથ ધરાયુ છે. આ અંગે કારોબારી ચેરમેન જીતેન્દ્રસિંહ ચાવડાએ જણાવ્યુ કે અંદાજીત એક માસમાં બંન્ને તરફ રેલિંગ નાંખવાનું કામ પૂર્ણ કરવામાં આવશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રાધનપુર અકસ્માતની ઘટના, એક વ્યક્તિનું મોત | SatyaNirbhay News Channel
રાધનપુર અકસ્માતની ઘટના, એક વ્યક્તિનું મોત | SatyaNirbhay News Channel
વાવના સણવાલ અને ભીમપુરા ગામના યુવકોના મો****ત..
વાવના સણવાલ અને ભીમપુરા ગામના યુવકોના મો****ત..
જુનાડીસા ના શેરગંજ માં ચોમાસાની સીઝન અંતર્ગત પાણીજન્ય રોગચાળો અટકાવવા કલોરીનેશન કામગીરી
રિપોર્ટ. લતીફ સુમરા
આજરોજ તારીખ - ૧૯/૦૬/૨૦૨૩ ના વરસાદ વિરામ મુક્તા પાણીજન્ય રોગચાળો ના...
Royal Enfield Shotgun 650: दमदार इंजन के साथ 3.59 लाख रुपये में लॉन्च हुई ये बाइक, जानिए फीचर्स की डिटेल
लेटेस्ट लॉन्च बाइक में 648 सीसी का पेरलल एयरकूल्ड ट्विन सिलेंडर इंजन प्रदान किया गया है। यह इंजन...