અનાજ સગેવગે કરવાનાં પ્રકરણમાં સમગ્ર રાજ્યમાં 383 વ્યક્તિઓ પેકી સા.કા. ના 72 નામો ખુલ્યા હતા, એક વર્ષ અગાઉ સમગ્ર રાજ્યમાં સસ્તા અનાજની દુકાનના સંચાલકો અને વચેટિયાઓ એ સાથે મળી અનાજ સગેવગે કરવાનું કૌભાંડ આચર્યું હતું જેની જિલ્લા પુરવઠા વિભાગને તપાસ સોંપાયા બાદ 58 સસ્તા અનાજની દુકાનોના સંચાલકો ને દોષિત ઠેરવી રૂ.1,06,32,168 નો દંડ ફટકારવા સહીત બે દુકાનોના પરવાનાં રદ કરવાનો હુકમ થતા સન સની મચી ગઈ હતી.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

આ પ્રકરણ ની હકીકત એ છે કે સમગ્ર રાજ્યમાં સસ્તા અનાજની દુકાનોના સંચાલકો અને વાંચેટિયાઓ ની મીલીભગત થી ઓન લાઈન બિલ બોગસ બીલ બનાવી ગરીબોનું અનાજ સગેવગે કરવાનું ધ્યાને આવ્યાબાદ અમદાવાદની ક્રાઇમ બ્રાંચે તપાસ હાથ ધરી હતી, જેમાં ગંભીર માહિતી પ્રાપ્ત થઇ હતી, જે ગ્રાહકો એ રાશનકાર્ડ ધરાવનાર લોકોએ રાશન ના ખરીદયું હોય તેઓના નામે ઓફ લાઈન બિલ બનાવી તેમની જાણ બહાર રેશનકાર્ડ નંબર, ગ્રાહકનું નામ, સરનામું, આધારકાર્ડ નંબર, ફિંગરપ્રિન્ટ નો ડેટા ગેમ સ્કેન અને સેવા ડેટા સર્વર બેઝ સોફ્ટવેર બનાવી સરકારી વેબસાઈડ પર રાશન ના ખોટા બીલો બનાવી કરોડોનું અનાજ સગેવગે કર્યાનું બહાર આવતા ક્રાઇમ બ્રાન્ચે 11 મોબાઈલ,4 લેપટોપ, 1 સિપીયુ, 3 ફિંગર પ્રિન્ટ સ્કેન મશીન કબ્જે લઇ તપાસ હાથ ધરતા અગાઉ જાહેર ન થયેલ સસ્તા અનાજની દુકાનના સંચાલકો ના નામ યુઝર આઇડી પાસવર્ડ વગેરે મળી આવ્યું હતું,

પુરવઠા વિભાગના બકુલેશભાઈ દરજીએ વિગત આપતાં જણાવ્યું કે 58 સંચાલકો ને કુલ 1,06,32,168 ₹ નો દંડ ફાટકરવામાં આવ્યો છે અને દુકાન નંબર 2 અને 7 ના પરવાના રદ્દ કરવામાં આવ્યા છે.

રિપોર્ટર : વારિસ સૈયદ

             હિંમતનગર.