ધાનેરામાં રવિવારે ક્રિકેટ રમતા 17 વર્ષના યુવાનને હાર્ટએટેક આવ્યો હતો. જેમને ધાનેરાથી પાલનપુર સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન એક સપ્તાહ બાદ યુવકનું મોત નિપજ્યું હતું. મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી હતી.

ધાનેરામાં 10 ડિસેમ્બરને રવિવારે 17 વર્ષનાં યુવાન વિપુલભાઈ દિનેશભાઈ સોલંકી ક્રિકેટ રમતા હતા. ત્યારે તેમને મેદાન પર જ એટેકનો હુમલો આવ્યો હતો. સાથે મિત્રો દ્વારા સીપીઆરની ટ્રેનિંગ આપ્યા બાદ એને ધાનેરા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. વધુ સારવાર માટે પાલનપુર મેડીપોલીસમાં તથા બાદમાં માવજત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

જ્યાં એક સપ્તાહ બાદ રવિવારની વહેલી સવારે માવજત હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. 17 વર્ષના યુવાનનું મોત નીપજતા મિત્ર સર્કલ અને પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યુ હતું.