તાલુકા હેલ્થ સ્ટાફ ખાંભા અને આઈ.ટી.આઈ ખાંભા ના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ તમાકુ નિષેધ પર વકૃત્વ સ્પર્ધામાં પહેલો નંબર પ્રાપ્ત કરતા જાણીતા મોટીવેશનલ સ્પીકર મલય એમ વ્યાસ.

પ્રાપ્ત થતી વિગત મુજબ તમાકુ નિષેધ કાર્યક્રમ નિમિત્તે તાલુકા હેલ્થ સ્ટાફ તથા તમામ ડોક્ટર સાહેબો તથા તમામ કર્મચારી તથા આઈ.ટી.આઈ ના તમામ સ્ટાફ દ્વારા યોજાયેલ આ વકૃત્વ સ્પર્ધામાં મલય વ્યાસે પહેલો નંબર પ્રાપ્ત કર્યો હતો અને તાલુકા હેલ્થ દ્વારા ઇનામ પણ તેમને આપવામાં આવ્યું હતું અને વ્યસન મુક્તિ થાય અને યુવાનો ખૂબ આગળ વધે તે પ્રાર્થના પણ કરવામાં આવી હતી.