દેશમાં યુવાનોને કોરોના બાદ હાર્ટ એટેક આવવાનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. ત્યારે પાટડી તાલુકાના દેગામ ગામે રહેતા પંકજકુમાર કનૈયાલાલ રામાનુજને વહેલી સવારે છ વાગ્યે રામજી મંદિરમાં આરતી કર્યા બાદ ઘેર આવ્યા હતા. ત્યારબાદ એમને છાતીમાં અસહ્ય દુ:ખાવો ઉપાડતા પરિવારજનો દ્વારા તાકીદે સારવાર અર્થે પાટડી સરકારી હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા.જ્યાં સારવાર દરમિયાન પંકજકુમાર કનૈયાલાલ રામાનુજનું મોત નીપજતા પરિવારજનોમાં અને દેગામ ગ્રામજનોમાં ઘેરા શોકનું મોજું ફરી વળ્યું હતું. પંકજકુમાર કનૈયાલાલ રામાનુજના પરિવારમાં તેઓ અને એમના માતા એમ બેજ વ્યક્તિ હતા. પંકજભાઈના નાના ભાઈનું પણ બે વર્ષ અગાઉ કોરોના કાળમાં દુ:ખદ અવસાન થયું હતું. ત્યારબાદ પંકજભાઈ એકમાત્ર એમની માતાનો સહારો હતા. જે પણ અકાળે છીનવાઈ જતા એમના માતા નિરાધાર થતાં પરિવાર પર આભ તૂટી પડ્યા જેવો આઘાત લાગ્યો હતો.

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं