ડીસા થી કલ્યાણા પગપાળા સંઘ પ્રસ્થાન કર્યું..
અમર માતાની અસીમ કૃપાથી દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ડીસા થી કલ્યાણા પગપાળા માગશર સુદ (૪) ચોથ ને તા. ૧૬-૧૨-૨૦૨૩ ને શનિવારે સવારે:- ૭:૩૦ કલાકે સંઘ પ્રસ્થાન કર્યું આ પગપાળા સંઘ નવા, જંગરાલ, વાગડોદ, રાત્રે રોકાણ કરશે અને બીજા દિવસે સવારે આ સંઘ કલ્યાણા તરફ પ્રસ્થાન કરશે આ પગપાળા સંઘમાં પચાસથી પણ વધુ ભાવિકો જોડાયા હતાં અને રવિવાર નાં રોજ સવારે (૧૦:૦૦) કલાકે કલ્યાણા મુકામે શ્રી અમર માતાના મંદિરે આ સંઘ પહોંચી માતાજીને ધજા ચડાવીને ધન્યતા અનુભવી હતી અને ભોજન પ્રસાદનો પણ મોટી સંખ્યામાં ભાવિભકતોએ લાભ લીધો હતો..
આ પગપાળા સંઘમાં
વિનોદભાઈ મોદી, શેલૈષભાઈ મહેસુરીયા, અશોકભાઈ મહેસુરીયા, વિપુલભાઈ મહેસુરીયા, દિનેશભાઈ મહેસુરીયા, અશ્વિનભાઈ મહેસુરીયા રમેશભાઈ મહેસુરીયા, દીપકભાઈ મહેસુરીયા, પ્રશાંતભાઈ મહેસુરીયા, ચિરાગભાઈ મહેસુરીયા, વિગેરે મિત્રો હાજર રહ્યા હતા અને આ સંઘનું સુંદર સંચાલન કરવામાં આવ્યું હતું..