*સ્વચ્છતા હી સેવા: બોટાદ નગરપાલિકા દ્વારા ભાવનગર રોડ પર સઘન સફાઈ ઝુંબેશ*

************* 

આપણે જવાબદાર નાગરિક તરીકે આપણાં ગામડાંઓ અને શહેરોની સ્વચ્છતામાં જરૂરી યોગદાન

  બોટાદ નગરપાલિકા દ્વારા ભાવનગર રોડ પર સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં મધુમતી અને ઉતાવળી નદીના પટ વિસ્તારની સફાઈ કરવામાં આવી હતી. આ ઝુંબેશ દરમિયાન આસપાસના દુકાનધારકો અને સ્થાનિકોને નદીમાં કચરો ન ફેંકવા અનુરોધ કરવામાં આવ્યો હતો. વહીવટી તંત્ર સ્વચ્છતા માટે પૂરતા પ્રયાસો કરી રહ્યું છે ત્યારે નાગરિક તરીકે આપણાં સૌની ફરજ છે કે આપણે પણ પ્રયાસને વેગ આપીએ. જ્યાં ત્યાં કચરો ન નાંખીને આપણાં ગામ તથા શહેરમાં સ્વચ્છતા જાળવી આપણી ભૂમિકા અદા કરીએ. તો ચાલો આપણે પણ જવાબદાર નાગરિક તરીકે આપણાં ગામડાંઓ અને શહેરોની સ્વચ્છતામાં જરૂરી યોગદાન આપીએ.