પંચમહાલ જિલ્લાના ગોધરા મુકામે આવેલ પાનમ યોજના વર્તુળ અધિક્ષક વર્તુળની કચેરી ના તાબા હેઠળ ચાલતી નાયબ કાર્યપાલક ઇજનેર પાનમ સિંચાઈ પેટા નંબર ૩ માં વર્ષ ૧૯૮૩ રોજમદાર તરીકેની ભગવાન સિંહ ઉદેસિંહ ફરજ માં હાજર થયા હતા તે કચેરી બંધ થતાં અરજદાર ને તેમની સળંગ નોકરી ગણી તે કચેરીનો તમામ હવાલો હાલ નાયબ કાર્યપાલક પાનમ સિંચાઈ પેટા વિભાગ નંબર ૪ ને સુપ્રત કરવામાં આવેલ તે અરસા દરમિયાન અરજદારની નિવૃત્તિની વય મર્યાદા પૂર્ણ થતા તારીખ૩૧/૭/૧૪ ના રોજ નિવૃત્ત કરવામાં આવેલ નિવૃત્તિ બાદ તેઓને નિયમો અનુસાર ગ્રેજ્યુટી પેન્શન રજાઓ અને બાકી નીકળતા અન્ય ભથ્થાઓ ચૂકવવાની જોગવાઈ હોવા છતાં તેઓને આવા કોઈ લાભો આપવામાં આવેલ ન હતા તે મુજબ ફોરેસ્ટ વિભાગમાં પરિ ક્ષેત્રમાં વન અધિકારી ગોધરા પૂર્વ નોર્મલ જિલ્લો પંચમહાલ માં તારીખ ૧/૧/૬૮થી રોજમદાર ચોકીદાર તરીકે ફરજ બજાવતા બનાભાઈ કાળુભાઈ પરમારને તારીખ તારીખ ૩૧/૧૦/૧૦ ના રોજ નિવૃત કરેલ નિવૃત્તિ સમયે કોઈ પણ લાભો આપવામાં આવેલ ન હતા તે બાબતે બંને અરજદારોએ ખાતાના વડા અધિકારીઓને વારંવાર નિવૃત્તિના લાભો આપવા બાબતે રજૂઆતો કરે તે અરસા દરમિયાન પરંતુ તે અંગે કોઈ ધ્યાન ના દોરતા બંને કામદારો ગુજરાત સ્ટેટ લેબર ફેડરેશનના પ્રમુખ એ એસ ભોઇ રૂબરૂમાં મળી એમને થયેલા બાબતે રજૂઆતો કરેલ ત્યારબાદ ફેડરેશન દ્વારા નામદાર ગુજરાત હાઇકોર્ટ સમક્ષ એસ સી એ નંબર૧૫૫૧૩/૨૦ તથા એસ સી એ૧૮૭૩૦/૨૩ દાખલ કરેલ પરંતુ તે અરસા દરમિયાન અરજદાર ભગવાનસિંહ નું તારીખ ૨૬/૨/૨૨ અકાળે અવસાન થઈ જતા તેમના વારસ તરીકે ગુજરનારના વારસ પત્ની ઇન્દુબેન બી ઠાકોર ને તેમના વારસ તરીકે આ કામે જોડેલ જે કામે ફેડરેશનના અને અરજદારના એડવોકેટ દીપક આર દવે આ કામે હાજર થઈ કેસમાં પડેલા પુરાવા આધારિત દલીલો કરતા નામદાર ગુજરાત હાઇકોર્ટના માનનીય ન્યાયમૂર્તિ નિખિલ એસ કારીયેલ સાહેબ દ્વારા બંને કામદારોને નિવૃત્તિ ની તારીખથી પેન્શન પેન્શન તફાવત બાકી નીકળતી ગ્રેજ્યુટી રજાઓ અને ગુજરનાર ના પત્ની ઇન્દુબેન ને ફેમિલી પેન્શન ચૂકવવા બાબતનો પણ આખરી હુકમ થતા સિંચાઈ અને ફોરેસ્ટ વિભાગ ના કામદારો તથા અરજદારોના પરિવારમાં આનંદ છવાયો.