(રાહુલ પ્રજાપતિ) હિંમતનગર

ગાંધીનગર રેંજ આઈજીએ મંગળવારે સાબરકાંઠા જીલ્લાના મુખ્યમથક હિંમતનગર હેડક્વાટર્સની મુલાકાત લીધા બાદ તેમણે વાર્ષિક પરેડનું નિરીક્ષણ કરીને પોલીસની ૧૯ કવાયતની નિરીક્ષણ કર્યું હતું ત્યારબાદ પોલીસ સંમેલન યોજાયું હતું જેમાં પોલીસ અધિકારીઓના પ્રશ્નો સાંભળ્યા હતા, બપોરે બાદ ક્રાઈમ કોન્ફરન્સ અને પોલીસ હેડ ક્વાર્ટસમાં વિવિધ વિભાગની મુલાકાત લીધા બાદ લોકદરબાર યોજાયો હતો.

ગાંધીનગર રેંજના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ મંગળવારે સાબરકાંઠાની મુલાકાતે આવ્યા હતા. તો હિમતનગરમાં પોલીસ હેડ કવાર્ટર ખાતે આવી પહોચ્યા બાદ જીલ્લા પોલીસવડા વિજય પટેલે પોલીસ પરેડનું રિપોટિંગ કર્યું હતું. ત્યારબાદ જિલ્લા પોલીસની વાર્ષિક સેરીમોનીયલ પરેડનું રેંજ આઈજી અને જિલ્લા પોલીસવડાએ નિરીક્ષણ કર્યું હતું.ત્યારબાદ ૧૯ પોલીસ કવાયત રજુ કરવામાં આવી હતી. જેમાં પ્રથમ માઉન્ટેડ કવાયત, ડોગ ટ્રીનીગ, સ્કવોર્ડ ડ્રીલ, ખાલીહાથ પીટી, મેડીસીન બોલ, ઓપ્સ્ટીકલ, યોગાસન, રાયફલ પી.ટી, લાઠી કવાયત, વેપન ટ્રેનિંગ, કેદીપાર્ટી, ગાર્ડ માઉન્ટીગ અને બદલી, અનાર્મ કોમ્બેટ, જુડો કરાટે, ફિલ્ડ ડ્રાફ્ટ, ડીકોયટી ઓપરેશન(ચેકપોસ્ટ)ની કામગીરી, બિલ્ડીંગ ઇન્ટર વેશન,(કમાન્ડો ઓપરેશન), મોબડ્રીલ યોજાઈ હતી. કવાયતનું નિરીક્ષણ કર્યા બાદ પોલીસ ગ્રાઉન્ડમાં પોલીસ સંમેલન યોજાયું હતું.જેમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની રજુઆતો સાંભળવામાં આવી હતી.તો રેંજ આઈજીએ દર ત્રણ મહીને જીલ્લા કક્ષાના હેડક્વાર્ટસ ખાતે પરેડ યોજાવવી જોઈએ જેથી ક્ષતિઓ દૂર થાય તેવું સુચન પણ કર્યું હતું. વાર્ષિક પરેડ નિરીક્ષણ પ્રસંગે પોલીસ હેડ ક્વાર્ટસ ડીવાયએસપી પાયલ સોમેશ્વર, એ.કે.પટેલ,ઇડર સ્મિત ગોહિલ, એલસીબી પી.આઈ એ.જી.રાઠોડ, એસઓજી પી.આઈ એન.એન.રબારી સહીત અધિકારીઓ હાજર રહ્યા હતા.