મુળી તાલુકાના ગઢાદ ગામની ભેડાસર સીમમાં આવેલ ખેતરના સેઢે આવેલ રસ્તા પર નહિં નીકળવા બાબતે એક શખ્સને પાવડા વડે મારમારી ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી અંગે પિતા તેમજ બેપુત્રો સામે મુળી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.આ અંગે પોલીસ સુત્રો પાસેથી મળતી માહિત મુજબ મુળી તાલુકાના ગઢાદ ગામે રહેતા અને ખેતમજુરી કરતાં ફરિયાદી જેશાભાઈ માવજીભાઈ કટુડીયા પોતાની ગઢાદ ગામની ભેડાસર સીમમાં આવેલ વાડીએથી બાજુની વાડીમાં ખેતીકામ કરી રહ્યાં હતાં અને સાંજે પરત ટ્રેકટર લઈ પોતાની વાડીએ જઈ રહ્યાં હતાં ત્યારે વચ્ચે આવેલ કૌટુંમ્બિક ભાઈઓની વાડીના સેઢે આવેલ રસ્તા પરથી પસાર થતાં રસીકભાઈ પોપટભાઈ કટુડીયા અને તેમના બે પુત્રો દશરથભાઈ રસીકભાઈ અને કાળુભાઈ રસીકભાઈએ રસ્તા પરથી નીકળવાની ના પાડી હતી આથી ફરિયાદીએ પોતાનો રસ્તો હોવાથી અહિં જ પસાર થશે કોઈએ વિડિયો ઉતારવો નહિં તેમ જણાવતા ત્રણેય શખ્સો ઉશ્કરાઈ ગયા હતાં અને મનફાવે તેમ ગાળો બોલી ફરિયાદીને ઢીકા પાટુનો માર મારી જમીન પર પાડી દીધા હતા તેમજ માથાના ભાગે પાવડો મારી ગંભીર ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે અંગે બે પુત્રો અને પિતા સહિત ત્રણ વ્યક્તિ સામે ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથધરી છે.