અમદાવાદના વટવા વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકીમાં યુવક પડી જતા મોતના સમાચાર મળી રહ્યા છે જેને લઇ સમ્રગ વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.

શહેરના પૂર્વમાં આવેલા વટવા વિસ્તારમાં સદભાવના ચોકી પાસે ત્રણ માળિયામાં રહેતો યુવક સવારની સુમારે અંડરગ્રાઉન્ડ ટાંકીમાં પટકાયો હતો જોકે ટાંકી ઘણી ઉંડી હોવાથી અક્ષય પટણી નામના યુવકનું ડૂબી જવાથી મોત નિપજ્યું હતું

ઘટનાની જાણ સ્થાનિકોને થતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા સમ્રગ વિસ્તારમાં ઉહાપોહા મચી જવા પામ્યું હતું સ્થાનિકો ઘટનાની જાણ ફાયરબ્રિગેડને કરતા ફાયરવિભાગાનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને યુવકનું મૃતદેહ કાઢવા માટે સર્ચ ઓપરેશન હાથધર્યુ જો કે બે કલાકની ભારે જહેમત બાદ ફાયરબ્રિગેડના મૃતદેહ કાઢવામાં સફળતા મળી હતી આ અંગે સ્થાનિક પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી આં અંગે અકસ્માતનું ગુનોં નોંધી મૃતદેહને પી એમ માટે હોસ્પિટલ ખસેડાયો હતો.