શનીવારે ડેરોલ સ્ટેશન ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા નું આગમન થયું. જેને ગ્રામ પંચાયત અને નાગરિકો દ્વારા સ્વાગત થયું હતું. પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ની જનકલ્યાણ ની છેવાડાના ગામે ગામ જઈ ને તમામ મળવા પાત્ર લાભાર્થી ઓ ને લાભ જે તે યોજના અંતર્ગત મળવા પાત્ર છે તેમને માહિતી આપી ને ફોર્મ ભરાવી તેમના ઘર સુધી પહોંચાડવા ની યાત્રા એટલે વિકસિત ભારત સંકલ્પ યાત્રા. લોકો ને માહિતી ની સાથે જ આયુષ માન ભારત કાર્ડ અને અન્ય યોજના ત્યાં જ આપવાનું આયોજન થતું હોય છે.સાથેજ આરોગ્ય વિભાગ દ્વારા ચેક અપ અને અન્ય યોજના ના અધિકારીઓએ હાજર હતા. જિલ્લા પંચાયતના સદસ્યો, ચેરમેન, તાલુકા પંચાયત પ્રમુખ , ઉપ પ્રમુખ, તાલુકા પંચાયત સદસ્યો, ગ્રામ પંચાયત સરપંચ , ઉપ સરપંચ અને અગ્રણીઓ ની સાથે લાભાર્થી ઓ હાજર રહ્યા. લાભાર્થીઓ એ પ્રધાન મંત્રી નરેન્દ્રભાઈ મોદી નો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આ ગેરંટી વાળી એ અમને ખૂબ સહાય કરી છે. ભારતીય જનતા પાર્ટી ના ગુજરાત પ્રદેશ ના વિકસિત ભારત સંકલ્પ યાત્રા ના સહ ઇન્ચાર્જ, મધ્ય ઝોન ઇન્ચાર્જ તરીકે ડૉ યોગેશ પંડયા તથા તાલુકા વિકાસ અધિકારી તેમજ તાલુકા પંચાયત પ્રમુખ સવિતાબેન રાઠવા, ઉપપ્રમુખ ગુણવંતસિંહ ચૌહાણ, સભ્ય ડો કિરણસિંહ પરમાર,જીલ્લા પંચાયત સદસ્ય પ્રવીણસિંહ ચૌહાણ ડેરોલ સ્ટેશન ના સરપંચ તેમજ સભ્યો હાજર રહ્યા હતા.