બાબરા ના કોટડાપીઠા ગામે રહેતા હનિફભાઇ હાસમભાઇ સોલંકી ના રહેણાંકના મકાનેથી.

ભારતીય બનાવટના વિદેશી દારૂ ( IMFL ) ની બોટલો નંગ ૧૭૨ નો પ્રોહિ મુદામાલ જેની કુલ કિં . રૂ .૪૩,૫૦૦ / - નો પકડી પાડતી બાબરા પોલીસ ટીમ.

પકડાયેલ આરોપીઓની વિગત :

( ૧ ) હનિફભાઇ હાસમભાઇ સોલંકી ઉ.વ .૪૪, ધંધો. ગાદલા ભરવાનો, રહે. કોટડાપીઠા, તા.બાબરા, જી.અમરેલી,

( ૨ ) અફજલભાઇ હનિફભાઇ સોલંકી રહે. કોટડાપીઠા, તા.બાબરા, જી.અમરેલી,

જાણવા મળતી વિગતો મુજબ. આજરોજ બાબરા પોલીસ સ્ટેશનના પો.ઇન્સ . આર.ડી.ચૌધરી તથા અના એ એસ.આઇ એ.એસ.કટારા તથા હેડ કોન્સ . બી.પી.ડોડીયા તથા અના પો.કોન્સ ગોવિંદભાઇ જસાભાઇ કાતરીયા તથા પો.કોન્સ રવિરાજભાઇ લખુભાઇ આલાણી એ રીતની બાબરા પોલીસ ટીમ બાબરા પો.સ્ટે . વિસ્તારમાં માં કોટડાપીઠા ઓ. પી. વિસ્તાર પેટ્રોલીંગમાં હતા.

 તે દરમ્યાન ખાનગી રાહે હકિકત મળેલ કે!અફજલભાઇ હનિફભાઇ સોલંકી રહે.કોટડાપીઠા વાળો પોતાના રહેણાંક મકાનમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ રાખી વેચાણ કરે છે . જેથી તેના રહેણાંક મકાનમાં પોલીસ ટીમ દ્વારા તપાસ કરવામાં આવતા.પોતાના રહેણાંક મકાને ભારતીય બનાવટનો IMFL વિદેશી દારૂની જુદી - જુદી બ્રાન્ડની બોટલો મળી આવેલ.

પકડાયેલ મુદ્દામાલ -

( ૧ ) ભારતીય બનાવટના પર પ્રાંતીય ઇંગ્લીશ દારૂની RAL SEASONS GOLDEN COLLECTION RESERVE WHISKY FOR SALE IN PUNJAB ONLY 750 M લખેલ કંપનીની રીંગપેક બોટલો નંગ -૧૩૦ કિ .૨,૩૭,૨૦૦ /

( ર ) ભારતીય બનાવટના પર પ્રાતીય ઇંગ્લીશ દારૂની downlim no1 collection whimky FOR SALE IN PUNJAB ONLY ITS લખેલ કંપનીની રીંગપેક બોટલો નંગ ૪ર કિ.રૂ .૬.૩૦૦ મળી કુલ કિ.રૂ .૪૩૫૦૦ / -

 ના પ્રોહી મુદ્દામાલ રેઇડ દરમ્યાન મળી આવ્યો હતો.

જે અંગે તેની વિરૂધ્ધ ધી ગુજરાત પ્રોહીબીશન એક્ટ કલમ ૬૫ ( એ ) ( ઈ ) , ૧૧૬ ( બી ) , ૮૧ હેઠળ ગુન્હો નોંધી કાર્યવાહી કરવામાં આવેલ છે.

આ કામગીરી બાબત ભાવનગર રેન્જ આઇ.જી.ગૌતમ પરમાર નાઓએ ભાવનગર રેંજના જીલ્લાઓમાંથી દારૂ જુગારની બદી દુર કરવા સુચના આપેલ હોય ,

અમરેલી પોલીસ અધિક્ષક હિંમકરસિંહ નાઓએ અમરેલી જીલ્લામાંથી દારૂ - જુગારની પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઇડો કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય ,

 અને એ.જી.ગોહીલ ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક અમરેલી વિભાગ , નાઓએ દારૂ જુગારની પ્રવૃત્તિ કરતા ઇસમોને પકડવા જરૂરી માર્ગદર્શન પુરૂ પાડેલ .  

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી.