હાલોલ શહેરની મધ્યમાં પાવાગઢ રોડ પર આવેલ વિઠ્ઠલપુરા પ્રાથમિક શાળા ખાતે આજે રવિવારના રોજ લાયન્સ કલબ ઓફ હાલોલ સનરાઈઝ અને સહકાર ભારતીય હાલોલ તેમજ અમદાવાદની પ્રતિષ્ઠિત શેલ્બી હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે લાભાર્થી દર્દીઓના લાભાર્થે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શેલ્બી હોસ્પિટલ અમદાવાદના નામાંકિત ડોક્ટર પ્રતિક કુમાર અને ડોક્ટર પુષ્પરાજ પાટીલ દ્વારા ઘૂંટણથી ચાલવામાં,પગથી ચઢવા ઉતારવામાં તકલીફ મુશ્કેલી ધરાવતા દર્દીઓ વા ના દર્દીઓ કરોડરજ્જુ સંબંધિત દર્દીઓ કમરના ગરદનના દુ:ખાવો ધરાવતા તેમજ મગજની તકલીફ સહિતના દર્દીઓની મેડિકલ ચકાસણી કરી જરૂરી નિદાન અને સારવાર કરી સલાહ સૂચન અને માર્ગદર્શન આપ્યું હતું આ પ્રસંગે કુલ 207 જેટલા લાભાર્થી દર્દીઓએ મેડિકલ કેમ્પનો લાભ લીધો હતો અને સારવાર મેળવી હતી જેમાં આજના સેવાકીય પ્રસંગે લાયન્સ કલબ ઓફ હાલોલ સનરાઈઝના પ્રમુખ હર્ષદભાઈ પટેલ, જોઈન્ટ ચેરમેન ગૌતમભાઈ જોશી, એડિશનલ સેક્રેટરી નારણભાઈ વરિયા,ડિસ્ટ્રિક્ટ ચેરમેન મેહુલભાઈ સેવક, સેક્રેટરી પ્રવીણભાઈ પટેલ,મહેશભાઈ જોશી સહિત સહકાર ભારતીના અગ્રણીઓ સહિતના લોકો હાજર રહ્યા હતા જ્યારે શેલ્બી હોસ્પિટલના માર્કેટિંગ મેનેજર કલ્પેશભાઈ પટેલ સહિત સ્ટાફના 10 લોકોની ટીમે ખડે પગે હાજર રહી સેવાઓ આપી મેડિકલ કેમ્પને સફળ બનાવ્યો હતો.