ખેતરના કામકાજ માટે પણ ખેડૂત જઈ શકતા નથી..

મહિસાગર જીલ્લાના વિરપુર તાલુકાના રસુલપુર ગામના વિસ્તારોમાં જંગલી પ્રાણી પશુઓ પર ત્રાટકી પશુઓનું મારણ કરી મિજબાની કરી હોવાની એક કરતા વધુ ઘટનાઓ બન્યા ની વાતો ચર્ચાઈ રહી છે ત્યારે વિરપુર તાલુકાના રસુલપુર પંથકમાં છેલ્લા ત્રણ ચાર દિવસમાં જંગલી પ્રાણીએ પહેલા વાછરડું અને ત્યાર બાદ બકરી જેવા પાલતુ પશુઓનું મારણ કરતા આ વિસ્તાર ના લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે અને લોકો રાત્રીએ ઘરમાથી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે ત્યારે વનવિભાગ દ્વારા જંગલી પ્રાણીની પકડે તેવી માંગ ઉઠી છે ત્યારે મળતી વિગતો અનુસાર રમણભાઈ બારીયા જેઓની બકરી ધરની બહાર બાંધેલી હતી રાત્રીના બે વાગ્યાની આસપાસ કોઈ જંગલી પ્રાણીએ બકરાનું મારણ કર્યું હતુ જેને લઈને ભયનો માહોલ પ્રવર્તી રહ્યો છે આ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી હિંસક પ્રાણી દ્રારા વરંડા કે ઘર આગળ બાંધેલા બકરાનું સહિતનુ મારણ કરતા લોકોમાં હિંસક પ્રાણી દીપડો કે અન્ય ખૂંખાર પ્રાણી હોવાની બૂમો ઉઠી રહી છે ખેડૂતો સંધ્યાકાળ પછી ખેતરમાં ખેતી કામ માટે જતાં પણ અચકાય છે તો વહેલી તકે વનવિભાગના અધિકારીઓ જંગલી પ્રાણીને પાંજરે પુરી પ્રજાને ભયમુક્તિ કરે તેવી ગ્રામજનોએ માંગ ઉઠી છે...

જંગલી પ્રાણીને પ્રત્યેક્ષ જોનાર

રમણભાઈ શિવાભાઈ બારીયા રસૂલપુર...

રાત્રિ બે વાગ્યાના અરસામા ઘરની બહાર બાંધેલ બકરીનો અવાજ વધુ આવતા ઉઠીને જોતા જંગલી પ્રાણીએ જેવું જંગલી પ્રાણી બકરીનો શિકાર કરતા હોવાનું જણાઈ આવતા હોંકારા કરેલ જેને લઇ મૃત બકરીને છોડી તે જંગલ વિસ્તાર તરફ જતું રહ્યું હતું આ વિસ્તારમાં બે દિવસ અગાઉ પણ એક ઘરે બહાર બાંધેલ વાછરડીનો શિકાર કરવા એવું પ્રાણી આવી ચડેલા પણ માલિકની સતર્કતાથી શિકાર થતાં રહી ગયો હતો વન વિભાગ દ્વારા જંગલી પ્રાણીને પકડી પાડવામાં આવે તેવી માંગ છે...

તસવીર લખાણ- બકરાનું મારણ કર્યા સ્થળ પર લોહીના ડાઘ તેમજ બીજી તસવીર જંગલી પ્રાણીએ મારણ કર્યા બાદ ભાગી છુટ્યો..