વોટસએપ ઉપર અજાણ્યા નંબરથી ન્યુડ વિડીયો અને ફોટાઓ મોકલી સિનીયર સીટીઝનને હેરાન કરતા આરોપીને ઝડપી પાડતી સાયબર સેલ દાહોદ ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો ) મે નાયબ પોલીસ મહાનિરીક્ષક આરવી. અસારી સા.શ્રી પંચમહાલ-ગોધરા રેન્જ.ગોધરા નાઓએ જીલ્લામાં વધતા જતા સાયબર ક્રાઇમના ગુન્હાઓ ડીટેકટ કરવા સારુ સુચના અને માર્ગદર્શન આપેલ જે આધારે મેપોલીસ અધિક્ષકશ્રી ર્ડો.રાજદીપસિંહ ઝાલા સાશ્રી દાહોદ તથા મે મદદનીશ પોલીસ અધિક્ષકશ્રી કેસિદ્ધાર્થ સા.શ્રી દાહોદ વિભાગ દાહોદ નાઓએ જીલ્લામાં વધતા જતા સાયબર ક્રાઇમના ગુન્હાઓ ડીટેકટ કરવા સારુ પોલીસ ઇન્સ્પેકટર શ્રી ડી.ડી. પઢીયાર સાયબર સેલ દાહોદ નાઓને જરુરી સુચના અને માર્ગદર્શન કરેલ
ગરબાડા પો.સ્ટે વિસ્તારમાં રહેતા ફરીયાદીશ્રીને કોઇ અજાણ્યા ઇસમ દ્વારા અજાણ્યા મોબાઇલ નંબરથી ફોન કરી ગાળો બોલી ફરીયાદીશ્રીના વોટસએપ નંબર ઉપર અશ્લીલ વિડીયો તથા ફોટો મોકલી સોશીયલ મીડીયા દ્વારા પરેશાન કરવા બાબતે ગરબાડા પો.સ્ટે પાર્ટ એ ગુ૨નં ૧૧૮૨૧૦૨૪૨૩૦૪૧૪/૨૦૨૩ ઇ.પી.કો. ૫૦૭ આઇટી.એક્ટ ૬૭ ૬૭(એ) મુજબનો ગુન્હો દાખલ થયેલ જે અનુસંધાને શ્રી.ડી.ડી. પઢીયાર પોલીસ ઇન્સ્પેકટર સાયબર સેલ દાહોદ નાઓના માર્ગદર્શન હેઠળ સાયબર સેલ દાહોદ ટીમ દ્વારા સદર ગુન્હામાં સંડોવાયેલ આરોપીની તપાસ હાથ ધરી ગુન્હામાં ઉપયોગમાં લેવાયેલ મોબાઇલ નંબરો મેળવી તેનું ઉંડાણપુર્વકનું એનાલીસીસ કરી ગુન્હામાં સંડોવાયેલ આરોપી ગરબાડા ખાતે રહેતાં હોવાનું જણાઇ આવતાં ડી.ડી.પઢીયાર પોલીસ ઇન્સ્પેકટરશ્રી સાયબર સેલ દાહોદ તથા સાયબર સેલ દાહોદ ટીમ ગરબાડા ખાતે તપાસમાં જઇ ગુન્હામાં ઉપયોગમાં લીધેલ મોબાઇલ ફોન નંગ-૦૨ તથા ગુન્હામાં સંડોવાયેલ આરોપી પ્રવિણભાઇ માજુભાઇ બારીયા રહેભીલવા બારીયા ફળીયા તા. ગરબાડા જિ.દાહોદનાને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
પકડાયેલ આરોપીનું પુરૂ નામ:-
(૧) પ્રવિણભાઇ માજુભાઇ બારીયા રહે ભીલવા બારીયા ફળીયા તા.ગરબાડા જિ.દાહોદ
કબજે કરેલ મુદામાલ ૧.આઇફોન 18 કિ.રૂ. ૨૦,૦૦૦/- ૨ આઇટેલ કિ.રૂ.૧૫૦૦/- કુલ ૨૧,૫૦૦/- નો મુદ્દામાલ