ડીસા શહેરમાંથી પસાર થતાં નેશનલ હાઇવે પર હાલમાં ખાડાઓ પડી જતા વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ડીસાના આરટીઓ ચાર રસ્તા પાસે સામાન્ય વરસાદમાં જ રોડ ધોવાઈ જતા હાલમાં અહીંથી રોજના હજારો વાહન ચાલકો પસાર થતાં ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ત્યારે તાત્કાલિક રસ્તાનું સમારકામ કરવા વાહન ચાલકો માંગ કરી રહ્યા છે.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

તાજેતરમાં ડીસા શહેરમાં પડેલા દોઢ ઇંચ જેટલા વરસાદના કારણે અહીં વરસાદી પાણી ભરાતા ફરી એકવાર આરટીઓ સર્કલ પર આવેલા ચારે બાજુના રસ્તાઓ ધોવાઇ જતા મોટેમોટા ખાડાઓ પડી ગયા છે. જેના કારણે અહીંથી પસાર થતા થરાદ, ધાનેરા અને રાધનપુર માર્ગ પરના વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. વારંવાર પડતા ખાડાઓના કારણે અહીં અનેક અકસ્માતો સામે આવી રહ્યા છે તેને પગલે હાલમાં વાહન ચાલકો ભારે હલાકી ભોગવી રહ્યા છે.

આ બાબતે તંત્રને સ્થાનિક લોકોએ રજૂઆત કરી છે તેમ છતાં પણ આજ દિન સુધી આ આરટીઓ સર્કલ પર રસ્તા બાબતે કોઇ જ નિકાલ ના આપતા ફરી એકવાર સામાન્ય વરસાદમાં જ વાહન ચાલકોને ખાડામાંથી પસાર થવાનો વારો આવ્યો છે.