પાવીજેતપુર તાલુકાના સસ્તા અનાજના દુકાનદારો તેમજ કેરોસીન વિતરકો દ્વારા મામલતદાર ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી અલગ અલગ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ એક પછી એક આંદોલન ઉપર ઉતરી રહ્યા છે ત્યારે પાવીજેતપુર સસ્તા અનાજના દુકાનદારો દ્વારા મામલતદાર પાવીજેતપુર ને આવેદનપત્ર આપી 2 10 2022 ના રોજથી જાહેર વિતરણ વ્યવસ્થા બંધ રાખી ગુજરાત રાજ્ય ફેર પ્રાઈઝ સોપ એસોસિએશન ને ટેકો જાહેર કરેલ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત રાજ્યના સસ્તા અનાજ દુકાનદારોના સંગઠન દ્વારા છેલ્લા અઢી વર્ષથી સરકાર શ્રી દ્વારા પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવતા ગુજરાત રાજ્યના તમામ સસ્તા અનાજના દુકાનદારો દ્વારા આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે તેઓ જણાવે છે કે અમારી માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો 2 10 2022 થી જાહેર વિતરણ વ્યવસ્થા ખોરંભે પડે તેની તમામ જવાબદારી ગુજરાત સરકારની રહેશે તેમ જણાવવામાં આવ્યું હતું.

હવે જોવાનું એ રહ્યું કે આગામી તહેવારોમાં સરકાર શ્રી દ્વારા તેઓની માગણી સ્વીકારવામાં આવે છે કે પછી આગામી તહેવારોમાં જનતા ને તકલીફ પડે એવા ભણકાર સંભળાઈ રહ્યા છે.