મૂળી તાલુકામાં લોનના બાકી હપ્તાની રીકવરીનું કામ કરતા બે યુવાનોને રાયસંગપરના બોર્ડ પાસે બોલાવી ત્રણ શખ્સોએ તમારી ચકલી બહુ ફૂલેકે ચડી છે, તેમ કહી ધોકા વડે માર મારી, કારના કાચ ફોડી નાંખ્યા હતા. બનાવની મુળી પોલીસ મથકે રાયસંગપરના ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે.કુકડા ગામે રહેતા કુલદીપસીંહ જયેન્દ્રસીંહ પરમાર અને ટીકરના ઋષીરાજસીંહ અશોકસીંહ પરમાર તાવીના યોગીરાજસીંહ રાણાની શિવ એજન્સીમાં રીકવરીનું કામ કરે છે. જેમાં ICICI, કોટક, HDFC સહિત 10 બેંક દ્વારા લોન પર અપાયેલ વાહનના હપ્તાની રીકવરી કરાય છે. દાધોળીયા ગામના રણછોડભાઈ જીવણભાઈ ઝેઝરીયાના બાઈકના 2 હપ્તા બાકી હોય તેઓએ તા. 30મી નવેમ્બરે ફોન કર્યો હતો. જેમાં તેઓએ પુત્ર લાલા સાથે વાત કરવાનું કહેતા બન્નેએ લાલાભાઈને ફોન કર્યો હતો. જેમાં તેણે હપ્તા ભરવાની પણ હા પાડી હતી. થોડીવાર પછી તેમના મોબાઈલ પર ફોન આવ્યો હતો અને દાધોળીયાના લાલા પાસેથી જે પૈસા લેવાના છે. તે હું આપી દઉ, રાયસંગપરના બોર્ડ પાસે આવો તેમ કહેતા કુલદીપસીંહ અને ઋષીરાજસીંહ ત્યાં પહોંચ્યા હતા.જેમાં રાયસંગપરના રામદેવસીંહ ગજુભા ઝાલા, ઋષીરાજસીંહ ગજુભા ઝાલા અને પૃથ્વીરાજસીંહ ઝાલાએ ધોકા વડે માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી અને ઋષીરાજસીંહની અલ્ટો કારના આગળ-પાછળ અને સાઈડના કાચ તોડી નાંખી રૂપીયા 5 હજારનું નુકશાન કર્યુ હતુ. આ બનાવમાં બન્ને કર્મીઓને સારવાર માટે સુરેન્દ્રનગર સી.યુ.શાહ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પીટલ ખાતે લઈ જવાયા હતા. બનાવની મૂળી પોલીસ મથકે રાયસંગપરના ત્રણેય શખ્સો સામે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પી.જી.ઝાલા ચલાવી રહ્યા છે.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं