અમદાવાદમાં કોરોના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યા છે. બે દિવસ પહેલા 49 કેસ નોંધાયા હતા ત્યારે 24 કલાકમાં નવા 62 કેસો નોંધાયા છે. રાજ્યમાં નોંધાયેલા 119 કેસમાં અમદાવાદમાં કોરોનાનો આંક વધવા પામ્યો છે. કોરોનાની ધીમી ગતિની રફ્તાર આગળ વધતા 1200 બેડ હોસ્પિટલમાં 18 બેડ સાથેનો વોર્ડ કાર્યરત કરવામાં આવ્યો છે. ઈમરજન્સીમાં વિવિધચ મેડિકલ સુવિધા સાથેની વ્યવસ્થા કરી દેવામાં આવી છે.
ગુજરાતમાં જેટલા કેસો આવી રહ્યા છે, તેની સરખામણીમાં 50 ટકા જેટલા કેસો ફક્ત અમદાવાદમાં નોંધાઈ રહ્યા છે. 119 કોરોના પોઝિટવ કેસ નોંધાતા ચિંતા પણ વધી છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલની 1200 બેડની હોસ્પિટલને અત્યારથી જ સજ્જ કરાઈ છે. જો કે, તેમાં કેટલાક બેડ કાર્યરત કરાયા છે.
1200 બેડ હોસ્પિટલમાં 18 બેડ સાથેનો વોર્ડ કાર્યરત કરાયો છે. કોરોના વોર્ડમાં ઓક્સિજન સહિતની તમામ સુવિધા રખાઈ છે. હોસ્પિટલમાં હાલ એક પોઝિટિવ અને એક શંકાસ્પદ દર્દી દાખલ છે. 1200 બેડમાં જરુર પ્રમાણે વધુ બેડ વધારવાની તૈયારી પણ છે.
ગુજરાતમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે છે. 15 માર્ચે રાજ્યમાં કોરોનાના 90 કેસ નોંધાયા હતા. ત્યારે આ સંખ્યામાં 100થી વધુ સામે આવી રહી છે. કોવિડ અને H3N2ના વધતા જતા કેસોને જોતા આરોગ્ય વિભાગ એલર્ટ મોડમાં આવી ગયું છે. ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 300ને વટાવી ગયો છે. અમદાવાદમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. જ્ય સરકાર દ્વારા આરોગ્ય વિભાગને એલર્ટ કરવામાં આવ્યું છે. રાજ્યમાં કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો થયા બાદ H3N2 વાયરસનો ચેપ પણ સામે આવ્યો છે.