રાજસ્થાન,મધ્યપ્રદેશ છત્તીસગઢ અને તેલંગણામાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીઓના આજે વહેલી સવારથી ચૂંટણી પંચ દ્વારા પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા જેમાં રાજસ્થાનની જનતાએ પરંપરા મુજબ દર વર્ષ પાંચ વર્ષે સરકાર બદલવાની નીતિને અપનાવી કોંગ્રેસની સરકારને પછાડી ભાજપ પર પસંદગીની મહોર મારતા આજે રાજસ્થાનમાં ભાજપની ભવ્ય જીત નોંધાઈ હતી જ્યારે મધ્યપ્રદેશ અને છત્તીસગઢ ખાતે પણ ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસને કારમી હાર આપી ભવ્ય જીત હાંસલ કરતા સમગ્ર દેશભરના ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરોમાં આજે જશ્નનો માહોલ સર્જાયો હતો જેને લઇને દેશભરના ભાજપાના કાર્યકરો દ્વારા ઠેર ઠેર ભારતીય જનતા પાર્ટીની ત્રણ રાજ્યોમાં મળેલી ભવ્ય જીતને વધાવી ઉજવણી કરવામાં આવી હતી જે અંતર્ગત આજે હાલોલ નગર ખાતે પણ ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીતને વધાવી લઈ ઉજવણી કરવાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં આજરોજ બપોરના સુમારે હાલોલ શહેરના ભાજપા સંગઠન દ્વારા હાલોલ શહેરના હાર્દ સમા વિસ્તાર ગણાતા બસ સ્ટેન્ડ પાસે આવેલ એસટી સ્ટેન્ડ પોલીસ ચોકી ત્રણ રસ્તા ખાતે હાલોલ વિધાનસભાના ધારાસભ્ય જયદ્રસિંહજી પરમારની અધ્યક્ષતામાં ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીતને વધાવી લઈ ઉજવણી કરવામાં આવી હતી જેમાં ભાજપા સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો એકબીજાનું મોઢું મીઠું કરાવી તેમજ ફટાકડા ફોડી જશ્ન મનાવ્યું હતું જ્યારે ભાજપના મહિલા પુરુષ હોદ્દેદારો અને કાર્યકરોએ બસ સ્ટેન્ડ ત્રણ રસ્તા ખાતે ભારે સૂત્રોચ્ચાર કરી ભારત માતા કી જય અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના નામનો જયકારો બોલાવી સમગ્ર માહોલને ગજવી જીતની ખુશી વ્યક્ત કરી ઉજવણી કરી હતી.