સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર નશાયુક્ત કેફી પીણુ તથા સીરપનું વેચાણ અને કારોબાર અટકાવવા અલગ-અલગ ટીમો બનાવી ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં ધ્રાંગધ્રા શહેરી વિસ્તારમાંથી અલગ-અલગ જગ્યાએથી ગેરકાયદેસર નશીલી સીરપનો જથ્થો ઝડપી પાડયો હતો અને નમુના લઈ એફએસએલમાં મોકલી આપવામાં આવ્યો હતો.સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસે અલગ-અલગ ટીમો બનાવી આયુર્વેદિક સીરપ વેચતા શખ્સો, કરિયાણાની દુકાનો, આયુર્વેદિક સીરપના ગોડાઉન, મેડીકલ સ્ટોર સહિતની જગ્યાઓ પર ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં એલસીબી, એસઓજી સહિતનો સ્ટાફ જોડાયો હતો. જેમાં ધ્રાંગધ્રાની એનેક્ષી સોડા શોપ નામની દુકાનમાંથી ગેરકાયદેસર નશીલી સીરપની રૂ.૫,૭૦૦ની કિંમતની ૩૮ બોટલો તેમજ હુશેની પાનની દુકાનમાંથી નશીલી સીરપની રૂ.૯,૦૦૦ની કિંમતની ૬ બોટલ મળી કુલ રૂા.૬,૬૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. તેમજ સીરપના નમુના લઈ વધુ તપાસ અર્થે એફએસએલ લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવી હતી.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं