હાલોલ શહેરની બહાર જીઆઇડીસી ખાતે રિન્કી ચોકડી નજીક હાલોલ ગોધરા હાઇવે રોડ પર આવેલ પ્લાસ્ટિકના ઝભલા બનાવતી મહેશ્વરી પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીના ઝભલા બનાવતા પ્લાન્ટમાં આજે બપોરના સુમારે કોઈ કારણોસર એકાએક આગ લાગવાનો બનાવ બનવા પામતા અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો જેમાં પ્લાસ્ટિકના ઝભલા બનાવતા મશીનમાં લાગેલ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ભીષણ આગથી ધુમાડાના ગોટે ગોટા આકાશમાં ઉઠવા પામતા આસપાસથી લોકો ઘટના સ્થળે દોડી આવતા ઘટના સ્થળે લોક ટોળા ઉમટી પડ્યા હતા જ્યારે બનાવ અંગેની જાણ તાત્કાલિક હાલોલ નગરપાલિકાની ફાયર ફાઈટરની ટીમને કરાતા હાલોલ નગરપાલિકાની ફાયર ફાઈટરની ટીમના કર્મચારીઓ અગ્નિશામક વાહન સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તાબડતોડ કંપનીના પ્લાન્ટમાં લાગેલા આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબૂના લેવાની કોશિષમાં જોતરાયા હતા જેમાં ફાયર ફાઈટરની ટીમે ભારે જહમત ઉઠાવી કંપનીમાં લાગેલી આગ પર કાબુ મેળવી લેતા આગ વધુ પ્રસરતી અટકી જતા આસપાસના ધંધાર્થીઓ તેમજ રહેવાસીઓએ હાશકારો અનુભવ્યો હતો જોકે તે દરમ્યાન કંપનીમાં લાગેલી આગમાં પ્લાસ્ટિકના કેરી બેગના જથ્થા સહિત દાણાનો કેટલોક જથ્થો આગમાં બળીને ભસ્મીભૂત થયો હતો જ્યારે મશીનોને પણ ભારે નુકસાન પહોંચ્યું હતું જેને કારણે કંપનીના માલિકને લાખો રૂપિયાનો નુકસાન થયું હોવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે જ્યારે આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળેલ નથી.