સુરેન્દ્રનગર જિલ્લામાં "વિકસિત ભારત સંકલ્પ યાત્રા" ગામે ગામ ભ્રમણ કરી રહી છે, જે અન્વયે ધારાસભ્ય પી.કે પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં દસાડા તાલુકાના છાબલી અને લીંબડ ગામ ખાતે ’વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ કાર્યક્રમ યોજાયો હતો. આ તકે ધારાસભ્ય પી.કે પરમારે લોકોને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા માટે અનુરોધ કર્યો હતો.આ કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય સહિતના મહાનુભાવોના વરદ હસ્તે આયુષ્માન કાર્ડ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના સહિતની યોજનાઓના લાભાર્થીઓને લાભ વિતરણ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં સરકારશ્રીની પ્રજાલક્ષી યોજનાઓ-કાર્યોની ઝાંખી દર્શાવતી શોર્ટફિલ્મ પણ મહાનુભાવો સહિત ગ્રામજનોએ રસપૂર્વક નિહાળી હતી. આ ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. વિશેષ "મેરી કહાની, મેરી જુબાની" થીમ હેઠળ લાભાર્થીઓએ સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાથી થયેલા લાભ વિશે વાત કરી હતી.આ ઉપરાંત ડ્રોન ડેમોસ્ટ્રેશન દ્વારા ખેડૂતોને ખાતરના છંટકાવ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમનાં અંતમાં ઉપસ્થિતોએ વિકસિત ભારત સંકલ્પના શપથ ગ્રહણ કર્યા હતા. કાર્યક્રમ સ્થળે જ આરોગ્ય વિભાગ દ્વારા આયોજિત આરોગ્ય કેમ્પનો લોકોએ લાભ લીધો હતો. નોંધનીય છે કે, દસાડા તાલુકાના છાબલી અને લીંબડ ગામ ખાતે ’વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ રથનું આગમન થતાં જ ગ્રામજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ કાર્યક્રમમાં મહાનુભાવો, અગ્રણીઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
নিশা এজন লোকৰ কটা মূৰ লৈ উপস্থিত ৰঙাপৰা থানাত
শোনিতপুৰ ৰঙাপৰাত নিশা ভয়ংকৰ ঘটনা নিশা এজন লোকৰ কটা মূৰ লৈ উপস্থিত ৰঙাপৰা থানাত ৰঙাপৰাৰ দয়ালপুৰত...
रोहा में तिवा वीर राजा,सोर्य वीर्य,जातिय स्वाभिमान जोंगालबलहु दिवस3जनवरी
को।
दिवस को लेकर पत्रकार सम्मिलन आयोजित,14लाख रूपये का बजट निर्धारित ।
खुली सभा में उपस्थित रहेंगे सीएम डां हिमंत विश्व शर्मा, रखेंगें 50करोड रूपये से निर्मित होने वाले जोंगालबलहु
रोहा के जोंगालबलहु में आगामी तिन जनवरी को एक दिवसीय विस्तृत कार्यक्रम के साथ तिवा वीर,जातिय...
शिरुर विद्याधाम प्रशालेच्या विद्यार्थ्यांची तब्बल 29 वर्षांनी स्नेह संमेलनानिमित्त भरली शाळा
शिरुर: आपल्या मैत्रीची यादगार आठवण राहावी. त्याचबरोबर सामाजिक बांधिलकी व पर्यावरण संवर्धनाचा भाग...
આમ આદમી પાર્ટી કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો .
આમ આદમી પાર્ટી કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો .
નાપા ખાતે નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો.
બોરસદ તાલુકાના નાપા ગામે તા. 24-9-2022 ના રોજ અંજલી હોસ્પિટલ બોરસદ તથા આશાદીપ માનવ વિકાસ કેન્દ્ર...