છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના કાટકુવા ગામના રહેવાસી એવા વીર જવાન નિતેશભાઇ રૂપસિંહ રાઠવાએ ભારતીય સેનામાં ભારતીય જલસેના નોકાદળના સ્પોર્ટ વિભાગના કોટામાં ભરતી થઈ નૌકાદળની અંત્યંત કઠિન અને મુશ્કેલ તાલીમ લીધી કરી હતી જેમાં નિતેશભાઇ રાઠવા ઇન્ડિયન નેવીની તાલીમની સાથોસાથ ઇન્ડિયન નેવીના સ્પોર્ટ વિભાગમાંથી રમત ગમત ક્ષેત્રે હિસ્સો લઈ આસામ ખાતે યોજાયેલી નેશનલ રમતમાં રાષ્ટ્રીય કક્ષાએ બ્રોન્ઝ મેડલ મેળવવાની સિદ્ધિ પ્રાપ્ત કરી હતી જે બાદ ઇન્ટરનેશનલ લેવલે નેપાળ ખાતે યોજાયેલી રાષ્ટ્રીય કક્ષાની રમતગમત સ્પર્ધામાં પણ ભાગ લઈ બ્રોન્ઝ મેડલ મેળવવાની સિદ્ધિ પ્રાપ્ત કરી ભારતીય નૌકાદળ સહિત પોતાના પરિવારજનો તેમના સમગ્ર ગુજરાત રાજ્ય અને બોડેલી,કાટકુવા ગામના લોકોને તેમજ હાલોલ ખાતે યોદ્ધા ફિઝિકલ એકેડમી ચલાવી લશ્કરી તાલીમ આપતા પૂર્વ સૈનિક અને નિતેશભાઇના પૂર્વ શિક્ષક ગુરુ એવા જયદીપભાઇ પરમારને ગૌરવ અપાવ્યું હતું. જેમાં નિતેશભાઈ રાઠવાની નૌકાદળની તાલીમ પૂર્ણ થતા તેઓ બોડેલી ખાતે પોતાના વતન આવવા માટે નીકળ્યા હતા જ્યાં હાલોલની એમ.એન્ડ વી. આર્ટસ એન કોમર્સ કોલેજ ખાતે હાલોલ વિધાનસભાના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારની વરદ્ હસ્તે વીર જવાન નિતેશભાઈનું ભવ્ય સ્વાગત કરી સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે નિતેશભાઈના પૂર્વ શિક્ષક અને ગુરુ જયદીપભાઇ પરમાર હાલોલ તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પ્રવિણસિંહ પરમાર એમ.એન્ડ.વી.આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના પ્રાધ્યાપક ડો.સંજય જોષી સહિત અન્ય મહાનુભવો તેમજ મોટી સંખ્યામાં કોલેજના વિદ્યાર્થીઓ તેમજ અન્ય હાલોલ બોડેલીના યુવાનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં કોલેજ ખાતે સન્માન કાર્યક્રમ યોજાયા બાદ નિતેશભાઈ રાઠવાના સન્માનમાં ભવ્ય રેલી હાલોલ કોલેજ ખાતેથી નીકળી હતી જે રેલી હાલોલથી બોડેલીના કાટકુવા સુધી યોજાઇ હતી જેમાં રેલીમાં મોટી સંખ્યામાં બાઇક સહિતના વાહનો સાથે યુવાનો ઉલ્લાસભેર દેશભક્તિની ભાવના સાથે નાચતા ગાતા જોડાયા હતા રેલીમાં ડી.જે.માંથી વાગતા દેશભક્તિના ગીતોના સુર રેલાતા સમગ્ર હાલોલ નગરના રાજમાર્ગો દેશભક્તિના રંગે રંગાયા હતા અને વાજતે ગાજતે ભારતીય નૌકા દળના વીર જવાન નિતેશભાઇ રાઠવાની રેલી બોડેલીના કાટકુવા પહોંચી જ્યાં ગ્રામજનો દ્વારા પણ ભવ્ય સ્વાગત કરાયું હતુ.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं