વઢવાણ તાલુકાના બલદાણા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. જે અન્વયે બલદાણા ગામમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ રથનું આગમન થતાં રથનું ઉત્સાહપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું.કાર્યક્રમ દરમિયાન કેન્દ્ર તથા રાજ્ય સરકાર જનકલ્યાણ લક્ષી યોજનાઓના લાભ મેળવેલા 3 લાભાર્થીઓએ ‘મેરી કહાની, મેરી ઝુબાની’ હેઠળ કલ્યાણકારી યોજનાઓ વિશે પોતાનો સુખદ અનુભવ જણાવી સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. ઉપરાંત મહાનુભાવોના હસ્તે ઉજ્જવલા યોજના, આયુષ્માન કાર્ડ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના સહિતની યોજનાઓના લાભાર્થીઓને યોજના લાભોથી લાભાન્વિત કરાયા હતા. આ તકે આરોગ્ય વિભાગ દ્વારા આયોજિત આરોગ્ય ચેકઅપ કેમ્પનો 100 થી વધુ લોકોએ લાભ લીધો હતો.વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથના માધ્યમથી ગ્રામજનોએ સરકારની વિવિધ યોજનાઓ અને લાભાર્થીઓને મળેલા લાભો અંગે ફિલ્મ પણ નિહાળી હતી. ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત તમામે ભારત દેશને વિકસિત બનાવવાની દિશામાં પ્રયત્ન અંગે શપથ ગ્રહણ કર્યા હતાં.આ કાર્યક્રમમાં અગ્રણીઓ, અધિકારીઓ તેમજ કર્મચારીઓ સહિત ગ્રામજનો ઉપસ્થિતિ રહ્યા હતા.