બનાસકાંઠા જિલ્લાના થરાદ વિસ્તારમાંથી થરાદ પોલીસે એક મકાનમાંથી એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. પોલીસે કુલ 4 લાખ 35 હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી એક ઈસમની અટકાયત કરી થરાદ પોલીસ સ્ટેશન ખાતે 2 ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
થરાદ પોલીસે રહેણાંક મકાનમાથી ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. જેમાં થરાદ પોલીસ સ્ટાફ થરાદ વિસ્તારમા પેટ્રોલીગમાં દરમિયાન પીલુડા માંગરોળ સર્વિસ રોડ ઉપર સ્વીફટ ગાડી GJ.01.RZ.9878 ની શંકાસ્પદ લાગતાં પોલીસે તેમાં બેઠેલ વિક્રમભાઇ રાજપુત રહે.પીલુડા વાળાની પોલીસે પુછપરછ કરતાં પોતાના મોટા ભાઇ વર્ધાભાઇના રહેણાંક ઘરે એમ.ડી.ડ્રગ્સ વેચાણ માટે લાવેલ હોવાની જણાવતાં થરાદ પોલસે ઘટના સ્થળે રેઇડનુ આયોજન કરી વર્ધાભાઇ રાજપુત રહે.પીલુડા વાળાના પીલુડા વળાદર રોડ ઉપર આવેલ ખેતરમાંના રહેણાંક ઘરે રેઇડ કરતાં વર્ધાભાઇ હાજર મળી આવેલ નહિ.જે ના રહેણાંક ઘરેથી વગર પાસ પરમીટ અને ગેરકાયદેસર રીતે માદક પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સ કુલ 13 ગ્રામ જેની કિંમત 1,30,000 સાથે મળી આવેલ સહીત ડુપ્લીક્ટ લાયસન્સ, ઇલેક્ટ્રીક વજન કાંટો, જીપ લોકની પ્લાસ્ટીકની થેલી સહિત કુલ 4 લાખ 35 હજાર 100 રૂપિયા નો મુદ્દામાલ કબજે કરી એક ની અટકાયત કરી આગળ ની તપાસ હાથ ધરી છે.