હાલોલ રૂરલ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર આર. એ.જાડેજાને અંગત બાતમીદાર પાસેથી બાતમી મળી હતી કે એક લાલ કલરની સ્વિફ્ટ કાર ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો લઈ હાલોલ તાલુકાના ત્રીકમપુરાથી અભેટવા રોડ તરફ આવનાર છે જે બાતમીના આધારે હાલોલ રૂરલ પોલીસ મથકની ટીમે હાલોલ તાલુકાના ધરમપુરી અભેટવા રોડ પર વોચ ગોઠવી બાતમીવાળી સ્વિફ્ટ કારને ઝડપી પાડી હતી જેમાં પોલીસે સ્વિફ્ટ કારની ડીકીમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો ઝડપી પાડી સ્વિફ્ટ કારમાં દારૂની હેરાફેરી કરનાર કેતનકુમાર રમેશભાઈ ગોહિલ રહે.ત્રિકમપુરા તા.હાલોલનાઓને ઝડપી તેની પૂછપરછ કરતા તેણે ત્રિકમપુરા ગામે પોતાના ઘરની બાજુમાં આવેલા બાજરીના પૂળામાં વિદેશી દારૂ સંતાડી રાખેલ હોવાનું જણાવતા રૂરલ પોલીસે ત્રિકમપુરા ગામે તેના ઘરની બાજુમાં આવેલા બાજરીના પૂળામાં છુપાવી રાખેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો પણ ઝડપી પાડ્યો હતો જેમાં પોલીસે બંને સ્થળેથી કુલ વિદેશી દારૂની બોટલો નંગ 474 જેની કિંમત 56,400/- તેમજ સ્વીફ્ટ કાર જેની કિંમત 2 લાખ રૂપિયા મળી કુલ છ 2,56,400/- રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ઝડપાયેલા આરોપી કેતનકુમાર ગોહિલ સહિત તેની સાથે સંડોવાયેલા અન્ય એક ઇસમ સુલતાનખાન યુસુફખાન પઠાણ રહે.હાલોલનાઓને વોન્ટેડ જાહેર કરી બન્ને આરોપીઓ સામે હાલોલ રૂરલ પોલીસ મથકે પ્રોહિબિશન એકટ હેઠળ ગુનો નોધી આગળની કાયદાકીય કાર્યવાહી કરી હતી.