વિકસિત ભારત સંકલ્પ યાત્રા"નો પ્રારંભ તા.15મી નવેમ્બર ’જનજાતીય ગૌરવ દિવસ’થી કરવામાં આવ્યો છે જે અન્વયે સુરેન્દ્રનગર જિલ્લામાં આજ રોજ દસાડા તાલુકામાં નાગડકા તેમજ ગેડિયા ગામ ખાતે "વિકસિત ભારત સંકલ્પ યાત્રા" કાર્યક્રમ યોજાયો હતો.કાર્યક્રમ દરમિયાન રથના માધ્યમથી ’વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ દ્વારા લોકોને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની માહિતી પહોચાડવામાં આવી હતી. ઉપરાંત મહાનુભાવોના વરદહસ્તે ઉજ્જવલા યોજના, માતૃશક્તિ કીટ વિતરણ સહિતની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ તકે ગ્રામજનોએ "વિકસિત ભારત સંકલ્પ યાત્રા"ના આગમન સમયે રથનું ઉત્સાહપૂર્વક સ્વાગત કર્યું હતું. નોંધનીય છે કે આજે તા.25 નવેમ્બરના રોજ દસાડા તાલુકાના રામગ્રી ગામમાં પ્રાથમિક શાળા ખાતે સવારે 10 કલાકે તેમજ કામલપુર ગામમાં પ્રાથમિક શાળા ખાતે બપોરે 2 કલાકે "વિકસિત ભારત સંકલ્પ યાત્રા" કાર્યક્રમ યોજાયો હતો.