થરાદ થી રાહ રોડ પર ભોરડું ગામ પાસે આવેલ ટોલ પ્લાઝા પર ગત મોડી રાત્રે 12:30 વાગે સાત વ્યક્તિ લૂંટ કરવાના ઇરાદે આવેલ હતા અને ટોલ કર્મી સાથે જપા જપી કરેલ અને અન્ય ટોલ કર્મી જાગી જતા ત્યાંથી ભાગી ગયેલ... જોકે લૂંટ કરવામાં સફળતા મળી ન હતી. આ સમગ્ર ઘટના સી.સી.ટી.વી કેમેરા માં કેદ થઈ ગયેલ હતી, ભોરડું ટોલ પ્લાઝા ના ઇન્ચાર્જ થરાદ પોલીસ સ્ટેશને જાણ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી...