પાટડી તાલુકાના ચાર પદયાત્રીકોને કારચાલકે હડફેટે લેતાં અફડા-તફડી મચી ગઈ હતી. ગંભીર અક્માતમાં ઈજા પામેલા ચારેય પદયાત્રીકોને તુરંત સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતાં. દ્વારકા ખાતે કાળિયા ઠાકોરના દર્શન કરવા માટે સંઘમાં નીકળેલા.સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના મીઠાભાઈ હરિભાઈ આલ નામના 39 વર્ષના રબારી યુવાન તથા તેમની સાથે જઈ રહેલા જુદા જુદા ત્રણ ગામોના પદયાત્રીકો ગઈકાલે ગુરુવારે સાંજના સમયે દ્વારકાથી આશરે ચાર કિલોમીટર દૂર મૂળવાનાથની જગ્યા પાસે પહોંચ્યા હતા. અચાનક અહીં પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા આઈ-20 મોટરકારના ચાલકે તેઓને અડફેટે લેતા અફડા-તફડી મચી ગઈ હતી.આ ટક્કરમાં રઘુભાઈ વળાભાઈ ભુંગોર, વીરાભાઈ ગણેશભાઈ આલ, નરસંગભાઈ ભગવાનભાઈ ભુંગોર અને ધીરુભાઈ દેવાભાઈ ઠાકોરને ફ્રેકચર સહિતની નાની-મોટી ઇજાઓ સાથે સ્થાનિક હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. આ સમગ્ર બનાવ અંગે દ્વારકા પોલીસે મીઠાભાઈ રબારીની ફરિયાદ પરથી આઈ-20 કારના ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મહુવા ના પીગળેશ્વર મહાદેવ દરીયાઇ બીચ પર યોગ સાથે સ્વચ્છતા અભિયાન
મહુવા ના પીગળેશ્વર મહાદેવ દરીયાઇ બીચ પર યોગ સાથે સ્વચ્છતા અભિયાન
ಬೆಂಗಳೂರಿನ ರವೀಂದ್ರ ಕಲಾಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ಫೆಬ್ರವರಿ 12ರಂದು "ಅಪ್ಪು ನಮನ" ಕಾರ್ಯಕ್ರಮ ನಡೆಯಲಿದೆ.
ಫೆಬ್ರವರಿ 10, 2024
ಬೆಂಗಳೂರು ಪ್ರೆಸ್ ಕ್ಲಬ್ ನಲ್ಲಿ ಇಂದು "ಅಖಿಲ ಕರ್ನಾಟಕ ವಾದ್ಯಗೋಷ್ಠಿ...
दौलतपुरा व राजपुरा गांव में जिला कलक्टर ने किया फसल कटाई प्रयोग प्रक्रिया का अवलोकन
जिला कलक्टर अक्षय गोदारा ने सोमवार को बूंदी तहसील के दौलतपुरा व हिंडोली क्षेत्र के राजपुरा गांव...
विद्युत सहायकाच्या कागदपत्रांची आजपासून पडताळणी
उच्च न्यायालय, मुंबई यांच्या निर्णयानुसार प्रसिध्द केलेल्या सुधारित निवड यादीमध्ये नव्याने...
થરાદ-ધાનેરા હાઇવે પર સેન્ટ્રો કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાતાં બે વ્યક્તિઓના મોત
થરાદ-ધાનેરા હાઇવે પર મોડી રાત્રે સેન્ટ્રો કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં થરા...