સરકારની વિવિધ યોજનાઓના લાભ છેવાડાના લોકો સુધી પહોંચે અને આ યોજનાઓથી લોકો વાકેફ થાય તે માટે સમગ્ર ગુજરાત રાજ્યમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે અન્વયે આજ રોજ સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ તાલુકાના ગોમટા અને નાના કેરાળા ગામ ખાતે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ રથનું આગમન થયું હતું.આ તકે, ગોમટા અને નાના કેરાળા ગામ ખાતેના કાર્યક્રમમાં રથના માધ્યમથી ઉપસ્થિતોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો રેકોર્ડ કરેલો વિકસિત ભારત સંકલ્પ અન્વયે પ્રજાજોગ સંદેશો સાંભળ્યો હતો. તેમજ ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ ફિલ્મનું નિદર્શન નિહાળ્યું હતું.મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.ઉપરાંત વિવિધ સરકારી યોજનાના લાભ મેળવેલ લાભાર્થીઓએ ‘મેરી કહાની, મેરી ઝુબાની’ અંતર્ગત તેમને મળેલ યોજનાના લાભ વિશે વાત કરી હતી.કાર્યક્રમ દરમિયાન ‘ધરતી કહે પુકાર કે’ નાટક સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્ય ચેકઅપ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં સરપંચ, તલાટી, અગ્રણીઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.ઉલ્લેખનીય છે કે, આજે વઢવાણ તાલુકામાં બલદાણા ગામમાં સવારે 10 કલાકે પ્રાથમિક શાળા,બલદાણા ખાતે તેમજ વડોદ ગામમાં બપોરે 2:00 કલાકે પ્રાથમિક શાળા, વડોદ ખાતે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ કાર્યક્રમ યોજાયો હતો.