આંગણવાડી વર્કરની ભરતી બહાર પાડવામાં આવી છે જેમાં માત્ર 242 ની જગ્યા માં ભરતી કરવાની છે ત્યારે તેની સામે 2000 અરજીઓ મળી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં રોજગારી મેળવવા માટે મહિલાઓને પણ આમતેમ ફાફા મારવા પડે છે ત્યારે 242 ની સામે 2000 અરજી આવનાર અન્ય મહિલાઓનું શું તેનો પણ વિકલ્પ શોધી અને તેને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી શકે તેવી નોકરી મળે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.સુરેન્દ્રનગર જિલ્લામાં 13 કેન્દ્ર નીચે આંગણવાડીઓ ચાલી રહી છે. જેમાં 3થી 6 વર્ષના 45,202 બાળકો નોંધાયેલા છે. બીજી તરફ આવા કેન્દ્રોમાં ખાલી જગ્યાઓના કારણે મુશ્કેલીઓ પડી રહી છે. આથી આંગણવાડી વર્કરની 98 અને હેલ્પરની 144 સહિત કુલ 242ની ભરતી માટેનો ધમધમાટ શરૂ કરાયો છે. પરિણામે આટલી જગ્યા માટે અત્યાર સુધીમાં ઓનલાઈન અંદાજે 2000 જેટલી અરજીઓ આવી હોવાની વિગતો બહાર આવી હતી.જિલ્લામાં 2019-20માં કૂપોષિત બાળકોની સંખ્યા 23908 પર પહોંચી હતી. આ બાબતની ગંભીરતા લઇને જિલ્લા આરોગ્ય, આઇસીડીએસ, આંગણવાડી બહેનોની મહેનતથી આ વર્ષે કૂપોષિત બાળકોમાં ઘટાડો નોંધાયો હતો. 2022ના 6583 કૂપોષિત બાળકોની સામે 2023માં 6132 બાળકો નોંધાતા 451 કૂપોષિત બાળકોની સંખ્યામાં ઘટાડો થયો હતો. બીજી તરફ જિલ્લામાં ચોટીલા, ચુડા, ધ્રાંગધ્રા-01, ધ્રાંગધ્રા-02, લખતર, લીંબડી, મૂળી, પાટડી-01, પાટડી-02, સાયલા, થાન, વઢવાણ-01, વઢવાણ-02 સહિતના ઘટકો નીચે આંગણવાડી કેન્દ્રો ચાલતા હોવાથી મોટી સંખ્યામાં બાળકો લાભ લઇ રહ્યા છે. પરંતુ આ કેન્દ્રોમાં આંગણવાડી વર્કરો તેમજ હેલ્પરોની ઘટના કારણે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આ પ્રશ્ન હલ કરવા માટે તંત્ર દ્વારા આંગણવાડી વર્કરની 98 અને હેલ્પરની 144 સહિત કુલ 242ની ભરતી માટેનો ધમધમાટ શરૂ કરાયો છે. 242 જગ્યા સામે ઓનલાઈન 2000 અરજી આવી હતી. જિલ્લા બાળ અને બાળઅધિકારીના ઇન્ચાર્જ કિશોર કાતરીયાએ જણાવ્યું કે, છેલ્લી તારીખ 30 નવેમ્બર હોવાથી અરજી કેટલી આવી તે આગામી સમયમાં જ ખબર પડે.