આજરોજ કાલોલ પોલીસ મથક ખાતે પોલીસવડા હિમાંશુ સોલંકીની કાલોલ પોલીસ સ્ટેશન નુ નિરીક્ષણ કરવા સાથે તેઓની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો હતો જેમાં કાલોલ શહેર સહિત તાલુકાના વિવિધ અસામાજિ પ્રવૃત્તિ ડામવા સહિતના પ્રશ્ને પડી રહેલ અગવડ અંગે કાલોલ શહેર સહિત તાલુકાના લોકોએ રજૂઆત કરી હતી જ્યારે જિલ્લા પોલીસવડા હિમાંશુ સોલંકી દ્વારા ઉપસ્થિત લોકોને લગત વિવિઘ સમસ્યા દૂર કરવા માટે સંબંધિત અધિકારીઓને જાણ કરી સમસ્યાઓનો ઉકેલ લાવવા ખાતરી આપી હતી સાથે પોલીસ અને પ્રજા વચ્ચેના સંબંધની સમજ પૂરી પાડી હતી આ લોક દરબારમાં પોલીસ વડા હિમાંશુ સોલંકી, નાયબ પોલીસ અધિક્ષક વી.જે.રાઠોડ, સીપીઆઈ સંગાડા સાથે કાલોલ પોલીસ સ્ટેશનના સિનિયર પીએસઆઇ જેડી તરાલ સાથે પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ તેમજ તમામ સમાજના બુદ્ધિજીવીઓ અને આગેવાનો સાથે રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા